gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા, બે મોટી દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત | Ankl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. 

ડીજેના ટેમ્પોએ બાળકીનો ભોગ લીધો

અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ પાછળ બાળકો નાચી રહ્યા હતા. આ દરમિયાન ડીજેનો ટેમ્પો અચાનક રિવર્સ આવતા પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવિણસિંગ સહિત અન્ય બાળકોને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે નવ્યાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દિયાન, જનક અને ક્રિષ્ના નામના બાળકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ટેમ્પોના ડ્રાઈવર રાકેશે પોતાનું વાહન સોસાયટીના રહેવાસી ચિરાગ વ્યાસને ચલાવવા આપ્યું હતું. ચિરાગ વ્યાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત

અંકલેશ્વરમાં બનેલી બીજી ઘટનામાં જીઆઇડીસીના સીઓપી 7 ગ્રુપની શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન એક આખલો યાત્રામાં ઘૂસી આવ્યો હતો. ડીજેના મોટા અવાજને કારણે ભડકેલા આખલાએ આતંક મચાવતા 8 થી 10 લોકોને અડફેટે લીધા હતા, જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આખલાના હુમલાથી યાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ બન્ને દુર્ઘટનાઓથી ગણેશ ઉત્સવના પ્રારંભમાં જ શોકની લાગણી છવાઈ ગઈ છે.

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત

નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે (25મી ઓગસ્ટ) ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં સોમવારે પાંચ વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાયા બાદ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક સગીરનું ડીજે પરથી પટકાવાથી મોત થયું હતું. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા હતા. જેથી પંથકમાં શોક છવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
GUJARAT

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

April 4, 2026
ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…
GUJARAT

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

April 4, 2026
Next Post
પાલીતાણા શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું

પાલીતાણા શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha...

ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકા થતી પડદા, બેડશીટ્સ અને તૈયાર કાપડાની નિકાસ આજથી સાવ બંધ | us tariffs halt…

ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકા થતી પડદા, બેડશીટ્સ અને તૈયાર કાપડાની નિકાસ આજથી સાવ બંધ | us tariffs halt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

3 months ago
ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઇટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં …

ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઇટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં …

8 months ago
હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

હરિયાણાના નુહમાં ઈદની નમાજ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી | clash between …

1 year ago
દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર | PM Modi Holds…

દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર | PM Modi Holds…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News