gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માર્ગ સુરક્ષા માટે નિતિન ગડકરીનો માસ્ટર પ્લાન, રાહવીરને ૨૫ હજારનો એવોર્ડ મળશે

– રોડની વચ્ચે બેરિયરની બંને તરફ એક-એક મીટર જગ્યા છોડી ત્યાં છોડ વાવવામાં આવશે 

– ચેન્નાઇ મેટ્રોમાં 120 મીટરના અંતરે પિલર બેસાડી ખર્ચ બચાવવાના તમિલનાડુના નિર્ણયના ગડકરીએ વખાણ કર્યાં   

નવી દિલ્હી : ભારતમાં દર વર્ષે એક લાખ એંસી હજાર લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે અને તેમાં પણ સ્કૂલની સામે જ દર વર્ષે ૧૦,૦૦૦ બાળકો રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે. કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ આ આંકડા આપી જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષાના મામલે અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ પણ તેમાં અમને ધારી સફળતા મળી નથી. હવે અમે રોડ સેફ્ટી ઓડિટ કરાવી રહ્યા છીએ અને રાહવીર યોજના સહિત વિવિધ પગલાં ભરી દેશમાં માર્ગ અક્સ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. રાહવીર યોજનામાં માર્ગ અક્સ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને કોઇ રાહદારી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડશે તો તેને રાહવીર યોજના હેઠળ ૨૫,૦૦૦ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. ગડકરીએ ઉમેર્યું હતું કે જો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ લોકો ઉપાડી લે તો તેનાથી દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચી શકે તેમ છે. 

કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ માર્ગ સુરક્ષાની તેમના માસ્ટર પ્લાનની વિગતો એક ટીવી શોમાં આપતાં જણાવ્યું હતું કે હવે જે કોઇ ટુ વ્હીલર વાહન ખરીદશે તેને કોઇ સારી કંપનીની આઇએસઆઇ માર્કાની બે હેલ્મેટ પણ  ફરજિયાત  પુરી પાડવામાં આવશ ે જેથી ટુ વ્હીલર પર સવાર બંને જણાં હેલ્મેટ પહેરી શકે. 

માર્ગ અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતાં ગડકરીએ જણાવ્યું હતું કે હવે રોડ પર ફરજિયાત પ્રિ-કાસ્ટ લગાવવામાં આવશે. ફેકટરીમાં બનેલાં આ પ્રિ-કાસ્ટ હવે રોડ બેરિયર્સની જગ્યાએ લગાવવામાં આવશે. હાલ રોડ પર જે બેરિયર્સ લગાડવામાં આવ્યા હોય છે તેને લોકો ઓળંગીને બીજી તરફ જતાં અકસ્માતો થાય છે. આવા અકસ્માતોને નિવારવા હવે આ બેરિયરની ઉંચાઇ વધારીને ત્રણ ફૂટ કરવામાં આવશે. આ ઉપરાંત તેની બંને તરફ એક એક મીટર જગ્યા છોડવામાં આવશે. આ જગ્યામાં કાળી માટી નાંખી છોડ લગાડવામાં આવશે. આમ, કોઇ હવે બેરિયર કૂદીને બીજી તરફ જઇ શકશે જ નહીં. 

તમિલનાડુ સાથે કેન્દ્ર સરકારને ભલે ગજગ્રાહ ચાલતો હોય પણ નિતિન ગડકરીએ ચેન્નાઇમાં નવી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહેલી મેટ્રોના વખાણ કર્યા હતા. મલેશિયાથી લાવવામાં આવેલી આ ટેકનોલોજીને કારણે કરોડો રૂપિયાની બચત થઇ રહી છે. ભારતમાં સામાન્ય રીતે મેટ્રોના બે પિલર વચ્ચે ત્રીસ મીટરનું અંતર રાખવામાં આવે છે. પણ આ નવી ટેકનોલોજીમાં બંને પિલર વચ્ચેનું અંતર હવે ૧૨૦ મીટર રાખવામાં આવે છે. જેને કારણે ત્રણ પિલર બનાવવાનો ખર્ચ બચી જાય છે. આ જ રીતે ઉપરનો બીમ હવે સ્ટીલની જગ્યાએ ફાઇબરમાં કાસ્ટ કરવામાં આવે છે. વળી, પ્રિ-કાસ્ટનો ઉપયોગ વધવા સાથે પ્રદૂષણ પણ ઘટે છે. 

જો કે, ભારતમાં જ્યાં લોકોને ચાલવા માટે પૂરતી ફૂટપાથની જોગવાઇઓ મોટાભાગના શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બાકાત કરી નંખાઇ છે ત્યાં રોડની વચ્ચે બંને તરફ એક મીટર જગ્યા છોડવાની વાતોને નિષ્ણાતોએ તરંગી ગણાવી હતી. વળી, હાલ શહેરોમાં મોટાં રોડની વચ્ચે અવરોધ જો અતિશય ઉંચા બનાવવામાં આવશે તો રોડ ઓળંગવા માટે વાહનચાલકે મોટું ચક્કર લગાવવું પડશે. જેને કારણે બળતણનો ખર્ચ  અને પ્રદૂષણ બંને વધી જશે. જ્યારે રાહદારીએ ફૂટઓવર બ્રિજ કે ભૂગર્ભ માર્ગના અભાવે રોડ ઓળંગવા માટે જ ટુ વ્હીલર વસાવવું પડે તો નવાઇ નહીં તેમ એક જાણકારે જણાવ્યું હતું. ટુ વ્હીલર પર બંને સવારો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયની ટીકા કરતાં એક વકીલે જણાવ્યું હતું કે આમાં તો ચેઇનચોરોને છૂટો દોર મળશે. બંને વાહનચાલકોએ હેલ્મેટ પહેરી હશે તો તેમને ઓળખવાનું સીસીટીવીમાં પણ અશક્ય બની જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…
INDIA

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

February 10, 2026
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…
INDIA

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

February 10, 2026
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
Next Post
જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J...

ભાજપ સંગઠન, કેન્દ્રમાં ફેરફારની તૈયારી, 19મીએ નિર્ણયની શક્યતા | BJP organization preparations for ch…

ભાજપ સંગઠન, કેન્દ્રમાં ફેરફારની તૈયારી, 19મીએ નિર્ણયની શક્યતા | BJP organization preparations for ch...

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકનોલોજી ફેકલ્ટીના પાંચ વિભાગો એનબીએના એક્રેડિટેશનથી વંચિત | five departments of technology faculty…

ટેકનોલોજી ફેકલ્ટીના પાંચ વિભાગો એનબીએના એક્રેડિટેશનથી વંચિત | five departments of technology faculty…

3 weeks ago
જામનગરમાં મફત પાન ખાવા આવેલા શખ્સ અને તેના 3 સાગરીતોનો હંગામો : બે યુવાનો પર હુમલો કરી હડધુત કર્યા |…

જામનગરમાં મફત પાન ખાવા આવેલા શખ્સ અને તેના 3 સાગરીતોનો હંગામો : બે યુવાનો પર હુમલો કરી હડધુત કર્યા |…

2 weeks ago
બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

3 months ago
આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ…

આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News