![]()
વડોદરા,તુલસીવાડી વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મહિલાઓ વચ્ચે મારામારી થતા એકબીજાના કપડા ફાડી નાંખ્યા હતા.
તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે ૯ વાગ્યે હું તથા મારી બહેન ઘર પાસે બેઠા હતા. બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી એક મહિલા મારી બહેનને ગાળો બોલતી હોઇ મેં તેઓને ગાળો બોલવાની ના પાડી હતી. મારી વાત સાંભળીને એક યુવક તથા યુવતીએ આવીને એકદમ ઉશ્કેરાઇને ઝપાઝપી શરૃ કરી હતી. યુવતીએ મને છાતીના ભાગે પથ્થર મારી દીધો હતો. મને જાનથી મારી નાંખવની ધમકી આપી મારા કપડા ફાડી નાંખ્યા હતા.
જ્યારે સામા પક્ષે યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ મને ગાળો બોલી લાફો મારી દીધો હતો. એક મહિલાએ મને કપાળના ભાગે સળિયો મારી દીધો હતો અને મારા કપડા ફાડી નાંખ્યા હતા. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.










