gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહાપાલિકા ચૂંટણી માટે 36  સિનિયરને કાપીને 50 નવા ચહેરા ઉતારાયા : પૂર્વ કોર્પોરેટરોના ભાઈ- ભત્રીજા, પુત્ર, પત્નીને તાજ, જૂના જોગીઓને વનવાસ: જિલ્લા પંચાયતમાં તો તમામ 24 સભ્યોની બાદબાકીથી આંચકો

જામનગર, : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ વખતની ચૂંટણીઓમાં શાસક ભાજપ આંતરકલહનો સામનો કરી રહ્યો છે, જેમાં જામનગર શહેર- જિલ્લો પણ બાકાત નથી. એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરને ધ્યાને રાખીને ભાજપે જામનગર જિલ્લા પંચાયતના  ગત ટર્મનાં તમામ 22 સભ્યોને પડતાં મુકતાં અસંતોષ ફેલાયો છે, જ્યારે મહાપાલિકામાં તો પૂર્વ મેયર- ડેપ્યુટી મેયર સહિતનાને બેસાડી રાખીને 50 નવાગંતુકને મેદાનમાં ઉતાર્યા એમાં પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ભાડનારા પક્ષે પોતે જ કેટલાંક આગેવાનોના સગા- સંબંધીઓને ટિકિટ આપી હોવાનો રોષ ફેલાયો છે. આ સ્થિતિમાં 4 ભાજપીએ પક્ષ છોડયો છે.

જામનગર મહાપાલિકા માટે માત્ર 14 પૂર્વ કોર્પોેરેટરોને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે  ગત બોડી ના 36 સભ્યોના પત્તા કપાયાં છે. નવા ચહેરાઓને પ્રાધાન્ય આપીને 50 નવા ઉમેદવાર ઊભા રખાતાં આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટિકિટ ન મળતાં અસંતોષનો સૂર પણ વ્યાપ્ત બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 6 પૂર્વ કોર્પોરેટરોના પરિવારજનોને પણ ભાજપે તક આપીને સાચવી લેવાના પ્રયત્નો કર્યા છે, તો સુરેશ આલારિયાને બ્રેક બાદ ફરીથી ઉમેદવારી આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં વિશેષ ચર્ચા જોવા મળી રહી છે. આ તમામ બાબતોને કેટલાક લોકો અનુભવ અને ઓળખના આધારે લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક દ્વારા પરિવારવાદનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. જ્ઞાાતિવાર સમીકરણ (સામાજિક અને જાતિ આધારિત સંતુલન)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વોર્ડમાં મુસ્લિમ સમાજના ઉમેદવારોને સ્થાન આપીને લઘુમતી વિસ્તારોમાં પકડ મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે.

બીજી તરફ, જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો ભાજપે એક સાથે તમામ 24 બેઠકો પર અગાઉના સભ્યોની ટિકિટો કાપીને તમામ નવા ચહેરાઓને તક આપતાં આશ્ચર્ય ફેલાયું છે. ભાજપે આ વખતે સ્થાનિક સ્તરે બદલાતી પરિસ્થિતિ અને મતદારોના વલણને ગંભીરતાથી લઈને ‘ફ્રેશ ફેસ’ ફોર્મ્યુલા અપનાવી યુવા- સક્રિય કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નિર્ણયથી પક્ષના કેટલાક જૂના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે, રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ દાવ જોખમી બનવાની સંભાવના નકારી શકાતી નથી.

મનપામાં નેપોટીઝમ!

* પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાના પત્ની * પૂર્વ કોર્પોેરેટર કિશન માડમના ભત્રીજા મિથિલ માડમ * પૂર્વ મેયર રાજૂભાઈ શેઠના પુત્ર દર્શન * પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારના પિતરાઈ ભાઈ પૂર્વેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb...

રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …

રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

8 months ago
મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

મેટલ, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 356 પોઈન્ટ ઉછળીને 81905 | Funds surge in metal au…

7 months ago
આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…

2 months ago
વીજકાપના પગલે પ્રથમ દિવસે શહેરના 10 થી વધુ વિસ્તારને પાણી ન મળ્યું | More than 10 areas of the city …

વીજકાપના પગલે પ્રથમ દિવસે શહેરના 10 થી વધુ વિસ્તારને પાણી ન મળ્યું | More than 10 areas of the city …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News