gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Scam In Ahmedabad: કહેવાય છે કે, લાલચ બુરી બલા હૈ! સારો ધંધો-નોકરી કરતા અનેક લોકો વધુને વધુ કમાણીની લાલચમાં રૂપિયા ગુમાવી બેસે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અહીં મિહિર પરીખ નામના શખસે તેની પાંચ જેટલી કંપનીમાં અનેક લોકો પાસેથી શેર બજાર અને ટુર બુકિંગના નામે રોકાણ કરાવીને અંદાજે રૂ. 200 કરોડનું ફૂલેકું ફેરવી દીધું છે. અત્યાર સુધી પોલીસ ચોપડે મિહિર પરીખ, તેમની પત્ની ધારા પરીખ અને માતા ગીતા પરીખ સામે રૂ. 35 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે. આ કેસમાં સેટેલાઈટ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ, ક્રાઈમ બ્રાન્ચમાં 1 અને ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં 2 ફરિયાદ નોંધાઈ છે. આ સિવાય અન્ય પીડિતો પણ ફરિયાદ નોંધાવવા આવી રહ્યા છે. 

રોકાણકારોને આકર્ષવા દિગ્ગજ નેતાઓ સાથેની તસવીરોનો ઉપયોગ 

મિહિર પરીખ અમદાવાદના આંબલી બોપલ રોડ પર આવેલા નોર્થ વન એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. આ ઉપરાંત સરગાસણમાં એક બંગલૉ અને મોડાસરમાં એક ફાર્મનો પણ તે માલિક છે. રોકાણકારોને આકર્ષીને પૈસા પડાવવા માટે વૈભવી જીવન જીવતો મિહિર પરીખ લક્ઝુરિયસ કાર રાખતો. અમદાવાદના ઈસ્કોન વિસ્તારમાં તે એમ.પી. ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની કંપની ચલાવતો. મિહિર પરીખ મોટી હસ્તી હોવાની આભા ઊભી કરવા મુખ્યમંત્રી સહિત અનેક રાજકીય નેતાઓ સાથે પડાવેલી તસવીરોનો પણ ઉપયોગ કરતો. એટલું જ નહીં, જાણીતા ગુજરાતી અખબારમાં પણ તે ‘ફાઇનાન્સિયલ એક્સપર્ટ’ તરીકે કોલમ લખતો અને લોકોને પ્રભાવિત કરવા પણ તેનો ઉપયોગ કરતો. 

પોલીસ સ્ટેશન પર નજર રાખવા હોટલમાં ખાસ રૂમ બુક કર્યો હતો  

મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, ‘મિહિરને ખબર પડી કે ગુનો દાખલ થયો છે, ત્યારે તે ઘર છોડીને રામદેવ નગર વિસ્તારની એક 5 સ્ટાર હોટેલમાં છુપાઈ ગયો હતો. ત્યાં તેણે 615 નંબરનો રૂમ રાખ્યો હતો. હોટલમાં તેણે એવું કહ્યું હતું કે, મારા ફ્લેટમાં રિનોવેશન ચાલે છે એટલે અહીં થોડાક સમય સુધી રોકાઈશ. એ રૂમનું લોકેશન એવું હતું, જ્યાંથી તે સીધી પોલીસ સ્ટેશન પર નજર રાખી શકતો હતો કે પોલીસ ક્યાં જાય છે અને શું કરે છે.’ 

મિહિર પરીખ સામે ચેક બાઉન્સના જ 21 કેસ ચાલી રહ્યા છે 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખના કુલ 47 બેંક ખાતા છે અને તેઓ પાંચ કંપનીનું સંચાલન કરી રહ્યા છે. હાલ આ તમામ સામે કોર્ટમાં ચેક બાઉન્સના કુલ 21 કેસ ચાલી રહ્યા છે. આ પૈકી મિહિર પરીખ સામે 11, ધારા પરીખ સામે 5 અને માતા ગીતા પરીખ સામે કુલ પાંચ કેસ સામેલ છે. આ સમગ્ર ગેરરીતિઓની જાણ મિહિર પરીખના પત્ની અને માતાને પણ હતી. આ તમામ કંપનીમાં તેઓ પણ મિહિર પરીખના વર્કિંગ પાર્ટનર તરીકે સામેલ છે. આ કૌંભાડમાં અંદાજે રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

રોકાણકારોનું રોકાણ સુરક્ષિત બતાવવા ‘ફેક એપ’ બનાવડાવી હતી

મિહિર પરીખ બિઝનેસમેન, રાજકારણ અને સામાજિક ક્ષેત્રના નાના-મોટા અગ્રણીઓ સામે ફાઈનાન્સિયલ એક્સપર્ટ તરીકેની છબિ ઊભી કરવામાં માહેર હતો. મિહિર પરીખ મોટા ભાગના લોકોને શેર બજાર કે મ્યુચ્યુલ ફંડમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવતો હતો. લોકોને વિશ્વાસમાં લઇને તે રૂપિયા પડાવી લેતો અને ચાંઉ કરી જતો. આ બાબતની રોકાણ કરનારાને ના થાય, તે માટે તેણે પોતાની જ કંપની એમ.પી. ફાઇનાન્સિયલની એક મોબાઈલ એપ બનાવડાવી હતી. આ એપમાં તે લોકોને એવું બતાવી દેતો કે, તમારા પૈસા સુરક્ષિત છે. આવો ખોટો ડેટા બતાવીને તે લોકોને વિશ્વાસમાં લઈ લેતો. એટલું જ નહીં, આ કાંડ કરવા તેણે મોતીલાલ ઓસ્વાલ જેવી મોટી કંપનીના લેટરહેડ ધરાવતા ખોટા સ્ટોક લેજર પણ બનાવ્યા હતા, જેના થકી તે રોકાણકારોને સહેલાઈથી છેતરતો હતો. 

આ પણ વાંચો: અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધરપકડ

મિહિર પરીખ એમ.પી. વર્લ્ડ ટુર ટ્રાવેલ્સ નામની કંપનીનો પણ માલિક

એમ.પી. ફિનકોર્પ સર્વીસીસ સિવાય મિહિર પરીખ એક ટ્રાવેલ્સ કંપની પણ ચલાવતો હતો, જેના થકી તે લોકો સાથે વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ અને રિસોર્ટ બુકિંગના નામે છેતરપિંડી કરતો હતો. આ ઉપરાંત મિહિર પરીખ, તેની પત્ની અને માતાના નામે અન્ય કંપનીઓ પણ છે, જેમાં એમ.પી. ઇન્સ્યોરન્સ & બ્રોકિંગ સર્વિસીસ અને એમ.પી. ઇન્સ્યોરન્સ & બ્રોકિંગ ઇન્ડિયા પ્રા.લિ. પણ સામેલ છે.

મિહિર પરીખની વિવિધ કંપનીઓ અને તેના ડિરેક્ટર 

એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ (મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખ) 

એમ.પી. ફાઈનાન્સિયલ સર્વિસીસ (ધારા પરીખ)

એમ.પી. ઇન્સ્યોરન્સ & બ્રોકિંગ સર્વિસીસ (મિહિર પરીખ)

એમ.પી. વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ (મિહિર પરીખ, ગીતા પરીખ)

એમ.પી. ઇન્સ્યોરન્સ એન્ડ બ્રોકિંગ ઈન્ડિયા પ્રા.લિ.

મિહિર પરીખની કંપનીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મુખ્ય ગુના 

1. રાજન મિસ્ત્રી નામના શખસે એમ.પી. વર્લ્ડ ટ્રાવેલ્સ થકી તેમની દીકરીના લગ્ન માટે થાઇલેન્ડમાં રિસોર્ટ બુક કરાવ્યો હતો. તેમાં મિહિર શાહ સામે રૂ. 70,20,000ની છેતરપિંડીનો આરોપ છે. આ ફરિયાદમાં આરોપી ગીતા પરીખ અને સહ આરોપી મિહિર પરીખ છે. 

2. જીગર બકુલ શાહ પાસેથી મિહિર શાહે એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ દ્વારા એલ.આઇ.સી. મ્યુચ્યુલ ફંડમાં રોકાણના બહાને રૂ. 52,94,263 પડાવ્યા હતા અને બાદમાં ખોટા લેજર બતાવીને છેતરપિંડી આચરી હતી. આ કેસમાં પણ આરોપી ગીતા પરીખ અને સહ આરોપી મિહિર પરીખ છે.

3. રૂપેશ બલજીતસિંગ તોમર નામના શખસ સાથે મિહિર પરીખે એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ હેઠળ શેર બજારમાં રોકાણના બહાને રૂ. 38,00,000ની છેતરપિંડીની ફરિયાદ છે, જેમાં એમ. પી. ફિનકોર્પ સર્વિસીસ નામની કંપનીના ભાગીદાર તરીકે મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખ મુખ્ય આરોપી છે. 

4. દર્શન અરવિંદભાઈ ભટ્ટ સાથે એમ.પી. ફાઈનાન્સિયલમાં એલ.આઇ.સી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના બહાને રૂ. 7,72,112 લીધા હતા. આ કેસમાં પણ રોકાણ નહીં કરીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં મિહિર પરીખ આરોપી છે. 

5. ધર્મેશ કનેરિયા સાથે મિહિર પરીખ, ધારા પરીખ અને ગીતા પરીખે રોકાણના બહાને રૂ. 33,26,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે. 

6. બાબુલાલ વેલજીભાઇ કલાલ અને દર્શન અરવિંદભાઇ ભટ્ટ સાથે એમ.પી. ફાઈનાન્સિયલ થકી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના બહાને રૂ. 2,50,000 પડાવીને છેતપિંડીની પણ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પણ મિહિર પરીખ સહિતના લોકો આરોપી છે. 

ક્રાઈમ બ્રાન્ચ અને EOWમાં પણ મિહિર પરીખ, તેની પત્ની અને માતા સામે ફરિયાદ

ડી.સી.બી. ક્રાઇમમાં હિતેશ ગિરીશભાઇ ટોપીવાલા નામની વ્યક્તિએ એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ દ્વારા શેર બજારમાં રોકાણના નામે રૂ. 20,00,000ની છેતરપિંડીની ફરિયાદ કરી છે, જેમાં જેમાં એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના કર્તાહર્તા મિહિર પરીખ, તેની પત્ની ધારા પરીખ અને માતા ગીતા પરીખ આરોપી છે.

એવી જ રીતે, ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં પણ મિહિર પરીખ, તેની પત્ની અને માતા સામે ફરિયાદ કરાઈ છે. સોનલબેન નૈષદભાઇ શાહે એલ.આઇ.સી.માં રોકાણના બહાને આશરે 28,00,000 રૂપિયાની ફરિયાદ નોંધાવી છે, જેમાં મુખ્ય આરોપી મિહિર પરીખ, તેની પત્ની અને માતા છે. તો હરદીપસિંગ દિલબાગસિંગ કોચર નામની વ્યક્તિએ પણ એલ.આઇ.સી.માં રોકાણના બહાને મિહિર પરીખ, તેની પત્ની અને માતા સામે 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…
GUJARAT

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

April 13, 2026
ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર | Ticket Row Spa…
GUJARAT

ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર | Ticket Row Spa…

April 13, 2026
Next Post
કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

2 months ago
VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

VIDEO : સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે… મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે…

6 months ago
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

2 months ago
નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલી મુક્ત, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક છોડી દેવાનો આદેશ |…

નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્ર કોલી મુક્ત, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક છોડી દેવાનો આદેશ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News