gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી: લાકડાં ભીના હોવાથી પરિવારે ટાયર-ગોદડાથી અંતિમવિધિ કરવી પડી |…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી: લાકડાં ભીના હોવાથી પરિવારે ટાયર-ગોદડાથી અંતિમવિધિ કરવી પડી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પહોંચેલા એક પરિવારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લાકડાંના અભાવ અને ભીના લાકડાંને કારણે ટાયર અને ગોદડાનો સહારો લેવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં ઓઢવ સ્મશાનના કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે ભારે રોષ ફેલાયો છે.

જાણો શું છે મામલો

મૃતક પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ પહોંચ્યા, ત્યારે ત્યાં લાકડાંનો મોટો અભાવ હતો અને જે લાકડાં ઉપલબ્ધ હતાં તે પણ વરસાદી માહોલને કારણે ભીનાં હોવાથી સળગ્યાં નહોતાં. પરિસ્થિતિ એવી બની કે, સ્વજનોએ પોતાના પરિવારના મૃતકને અગ્નિદાહ આપવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો. આ ઉપરાંત અંતિમ સંસ્કાર માટે પોતાના ખર્ચ કરીને ઘી અને તલ ખુદના ખર્ચે લાવવા પડ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે પૂર્વ આર્મીમેન પર કર્યો હુમલો

સ્માર્ટ સિટીમાં સુવિધાનો અભાવ

શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે જીવનના અંતિમ પડાવ પર પણ નાગરિકોને યોગ્ય સુવિધાઓ ન મળવી એ અત્યંત શરમજનક બાબત છે. આ ઘટનાને લઈને નાગરિકોમાં AMCના વહીવટ સામે ભારે ગુસ્સો ફેલાયો છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક આ મામલાની તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

AMCએ તપાસના આદેશ આપ્યા

ઓઢવ સ્મશાનગૃહમાં બનેલી આ ગંભીર ઘટનાની નોંધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. AMCએ તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે AMC દ્વારા તપાસ બાદ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
Next Post
અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur...

સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

સુરત: 'રન ફોર યુનિટી'માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!...

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

3 months ago
દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

4 months ago
બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar…

બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ, પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી | congress bihar…

5 months ago
Explainer: ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું, જાણો નિષ્ણાતોના મતે 2026માં શેમાં રોકાણ કરવું જોઈ…

Explainer: ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું, જાણો નિષ્ણાતોના મતે 2026માં શેમાં રોકાણ કરવું જોઈ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News