![]()
Ahmedabad News : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક આવેલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં 7-8 જેટલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ પ્રકારને જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યુ છે.
કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક દુકાનો ધરાશાયી
કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહેતી હોય છે. તેવામાં ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે, ત્યારે બ્રિજ નજીક આવેલી 7-8 જેટલાં દુકાનો ધરાશાયી થતાં ભાગદોડ મચી હતી.
આ પણ વાંચો: અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ
પીક અવર્સમાં દુર્ઘટનમાં સર્જાઈ હતી, જેના કારણે બ્રિજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તમને જણાવી દઈએ કે, બ્રિજ નજીક 15 જેટલી વર્ષો જૂની દુકાનો આવેલી છે.










