gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈલ તસવીરો

Man arrested for threatening to bomb blasts via mail in Gujarat: ગુજરાતની સ્કૂલો, પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને મેઈલ કરીને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો શખસ આખરે ઝડપાઈ ગયો છે. આ સંવેદનશીલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી પહેલી ધરપકડ કરી છે.

મુખ્ય આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપાયો

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લીધો છે. શહેરમાં ભયનો માહોલ ઉભો કરનારા આ ઈમેઈલ ક્યાંથી અને કોણે કર્યા હતા, તે દિશામાં ચાલી રહેલી તપાસમાં આ પ્રથમ મહત્વની ધરપકડ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી આ ગુના પાછળના અન્ય હેતુઓ અને સાથીદારો વિશે વધુ ખુલાસો થઈ શકે.

અનેક વખત મેઈલ કરી આપી ધમકી

ગુજરાતના મુખ્ય શહેરોમાં 27મી ફેબ્રુઆરીએ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. 

16 ફેબ્રુઆરી 2026: અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

2 ફેબ્રુઆરી 2026: જૂનાગઢ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી

28 જાન્યુઆરી 2026: અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

23 જાન્યુઆરી 2026: અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

17 ડિસેમ્બર 2025: અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે?

શાળા, સરકારી કચેરીઓ અને એરપોર્ટને બોમ્બ ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે, સાયબર એક્સપર્ટના મતે આવા ધમકીભર્યા ઇમેઇલ મોકલવાના મુખ્ય બે પ્રકારના હેતુ છે.

 1. ડર અને ગભરાટ ફેલાવવો:

સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર ડર છે. એક ખોટી ધમકીથી શાળા ખાલી કરાવવી પડે,એરપોર્ટ બંધ થાય,ઓફિસનું કામ અટકી જાય,જનતામાં ભય અને અફરાતફરી ફેલાય.

2. સુરક્ષા વ્યવસ્થાની પરીક્ષા કરવી:

આવા ઇમેઇલથી અપરાધીઓ એ બાબતને જાણવાની કોશિશ કરે છે,પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે,બિલ્ડિંગ કેવી રીતે ખાલી કરાય છે,કઈ કચેરી પહેલાં પ્રતિક્રિયા આપે છે, પરિણામે આ માહિતી ભવિષ્યમાં બીજા ગુનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

શાળા, એરપોર્ટ અને સરકારી કચેરીઓને જ કેમ નિશાન બનાવે છે?

આવી  બોમ્બ ધમકીઓ મોટેભાગે શાળાઓ, એરપોર્ટ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને જ લક્ષ્ય બનાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ જગ્યાઓ પર ધમકી આપવાથી સૌથી વધુ અસર થાય છે .આ જગ્યાઓ પર ધમકી મળે તો તરત જ એવેક્યુએશન , તપાસ, બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને ડોગ સ્ક્વોડ આવે છે. શાળામાં બાળકોને ઘરે મોકલવા પડે છે, વાલીઓ ચિંતિત થાય છે, શિક્ષણ અટકી જાય છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ ડિલે થાય છે, ડાયવર્ટ થાય છે કે કેન્સલ થાય છે. સરકારી કચેરીઓમાં કામકાજ બંધ થઈ જાય છે, ટૂંકમાં બધી પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય હેતુ દેશને નુકસાન પહોંચાડવાનો છે.

સાયબર અપરાધીઓ આવા ઈમેઈલ કેવી રીતે મોકલે છે?

સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈમેઈલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત  ઈમેઈલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેઈલ અથવા ટેમ્પરરી ઈમેઈલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ  છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત  રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે.

સાયબર તપાસમાં તેમને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે?

સાયબર અપરાધીઓને ટ્રેસ કરવા માટે પોલીસની સાયબર ક્રાઇમ યુનિટ કામ કરે છે. પહેલા, તેઓ ઈમેઈલના હેડર્સનું વિશ્લેષણ કરે છે. ઈમેઈલ હેડર્સમાં મોકલનારના આઈપી એડ્રેસ, તારીખ અને અન્ય વિગતો હોય છે. જો વીપીએન વપરાયું હોય તો પણ, વીપીએન પ્રોવાઇડર પાસેથી માહિતી મેળવી શકાય છે. પોલીસ ઈમેઈલ પ્રોવાઇડર (જેમ કે ગૂગલ અથવા પ્રોટોન)ને કાનૂની રીતે માહિતી માંગે છે. તેઓ એકાઉન્ટની વિગતો, લોગઇન આઈપી અને અન્ય ડેટા મેળવે છે. જો અપરાધી વિદેશમાં હોય તો, આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે ઇન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિક્સમાં કમ્પ્યુટર અને મોબાઇલનું વિશ્લેષણ કરીને પુરાવા શોધવામાં આવે છે. કેટલાક કેસમાં, અપરાધીઓની ભૂલો જેમ કે એક જ આઈપીનો વારંવાર ઉપયોગ, તેમને પકડાવી દે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…
GUJARAT

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

March 3, 2026
અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…
GUJARAT

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

March 3, 2026
અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…
GUJARAT

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

March 3, 2026
Next Post
‘ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર’, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ…

'ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર', મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ...

લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન…

લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન...

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે કયો રોડ-રસ્તો ખોદવાનો બાકી છે તપાસ કરો ..? ભીમનાથ બ્રિજ તરફનો રસ્તો 45 દિવસ બંધ રહેશે | Vadodara…

હવે કયો રોડ-રસ્તો ખોદવાનો બાકી છે તપાસ કરો ..? ભીમનાથ બ્રિજ તરફનો રસ્તો 45 દિવસ બંધ રહેશે | Vadodara…

1 month ago
23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

5 months ago
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ, ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો | Residents of Yakut…

4 weeks ago
ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News