gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lion Deaths Controversy : અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના સતત થઈ રહેલા મોતના બનાવોને પગલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીને સિંહોના મોત માટે જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે માસમાં ‘પાલીતાણા શેત્રુંજી ડિવિઝન’ અને ‘ધારી ગીર પૂર્વ ડિવિઝન’માં સિંહોના મૃત્યુનો આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો સિંહોના મૃત્યુ વાયરસના કારણે થઈ રહ્યા હોય અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતી હોય, તો આ ઘટનાઓ શા માટે સમયસર ધ્યાનમાં આવતી નથી?

ધારાસભ્યએ સ્પષ્ટપણે કહ્યું કે, વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહબાળની જે તે સમયે તપાસ કરવામાં આવી હોત તો મૃત્યુના બનાવો અટકાવી શકાયા હોત. તેમના મતે, રેન્જના અધિકારીઓની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતના કારણે જ સિંહોના મૃત્યુના બનાવો બનતા હોવાનું ફલિત થાય છે.

આ પણ વાંચો: અમરેલી-જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત, વનમંત્રી અને DCFના વિરોધાભાસી નિવેદનો

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા 2 - image

પીવાના પાણી અને વાયરસ ફેલાવા અંગે પણ ચિંતા વ્યક્ત

ધારાસભ્યએ સિંહો માટે પીવાના પાણીની વ્યવસ્થાના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ અગત્યના છે, પરંતુ તેની કોઈ યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. આ ઉપરાંત, તેમણે ચેતવણી આપી કે જો સિંહોમાં કોઈ વાયરસ ફેલાયેલો હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ.

દીપડાના હુમલામાં થયેલા મૃત્યુનો પણ ઉલ્લેખ

હીરા સોલંકીએ પત્રમાં દીપડાના હિંસક હુમલામાં થયેલા ત્રણ અપમૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ બનાવો પણ વન વિભાગની નિષ્કાળજીના કારણે બન્યા હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર મામલે વન વિભાગની નિષ્કાળજી અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી છે અને વનમંત્રીનું ધ્યાન દોરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે. આ મામલો સિંહોના સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા કરે છે.

વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત

માર્ચ મહિનામાં વિધાનસભાનાં સત્રમાં વનમંત્રી દ્વારા સિંહોનાં મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ વર્ષ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોનાં મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે સીડીવી તથા બેબેસીયા નામનો ગંભીર રોગ આવ્યો ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા ન હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા હતા.

ખુલ્લા કૂવા અને વીજ કરંટ સૌથી વધુ જોખમી

ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે જ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…
GUJARAT

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

February 14, 2026
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira
GUJARAT

ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

February 14, 2026
વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …
GUJARAT

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

February 14, 2026
Next Post
‘RSS પ્રમુખ ભાગવતની ધરપકડનો આદેશ હતો…’ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત અધિકારીનો મોટો દાવો | maleg…

'RSS પ્રમુખ ભાગવતની ધરપકડનો આદેશ હતો...' માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિવૃત્ત અધિકારીનો મોટો દાવો | maleg...

અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા | A…

અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા | A...

દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw…

દુષ્કર્મના કેસમાં પૂર્વ સાંસદ રેવન્ના દોષિત જાહેર, જજનો ચુકાદો સાંભળતા કોર્ટમાં જ રડી પડ્યો | /prajw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

4 months ago
મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus…

મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus…

1 month ago
BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

6 months ago
તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News