
Eknath Shinde News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ગઠબંધન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ટકેલું છે.
‘વિચારધારા પર આધારિત છે અમારું ગઠબંધન’
એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની એક ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ગુરુવારે રવીન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, “હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને બચાવવા માંગુ છું.










