
– એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં પ્રકરણ ઉજાગર થયું
– બોબ હાર્ટહાઈમરે કિશોર સમજીને જેની સાથે અશ્લીલ ફોટા અને સંદેશા શેર કર્યા તે એફબીઆઈનો એજન્ટ નીકળ્યો
– નાણાંકીય ક્ષેત્રમાં ચકચાર જાગાવનાર પ્રકરણની બેંકને જાણકારી મળતા જ આરોપીને પદ પરથી હટાવી દીધો
નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા ઈવોલ્વ બેંક એન્ડ ટ્રસ્ટના સીઈઓ બોબ હાર્ટહાઈમરની બાળ પોર્નોગ્રાફી તેમજ સગીર સાથે અશ્લીલ સંપર્ક જેવા ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણ એફબીઆઈના સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ઉજાગર થયું હતું જેમાં બોબ એક પંદર વર્ષીય કિશોર (જે વાસ્તવમાં એજન્સીનો અંડરકવર એજન્ટ હતો) સાથે ઓનલાઈન વાતચીત કરતા પકડાઈ ગયો હતો. આરોપો જાહેર થતા જ બેંકે તેને તાત્કાલિક પદ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો.










