
Supreme Court news On SIR : સુપ્રીમ કોર્ટેસ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ (EC)ને દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની કામગીરી હાથ ધરવાનો સંપૂર્ણ બંધારણીય અને વૈધાનિક અધિકાર છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે તે આ પ્રક્રિયા પર રોક લગાવશે નહીં, પરંતુ જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા સામે આવશે તો સુધારાત્મક નિર્દેશો આપવામાં અદાલત પાછીપાની નહીં કરે.
સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપ્યું
સર્વોચ્ચ અદાલતે બિહારનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં SIRની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીની સ્તર પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. આરજેડી સાંસદ મનોજ ઝા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે SIRની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.










