gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in INDIA
0 0
0
અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Gangrape Case: અયોધ્યાના ભાદરસાના ચર્ચિત ગેંગ રેપ કેસમાં બુધવારે એક મોટો ન્યાયિક ચુકાદો આપવામાં આવ્યો. સ્પેશિયલ પોક્સો જજ નિરુપમા વિક્રમની કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદો પોક્સો ફર્સ્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેનાથી લગભગ છ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસનો અંત આવ્યો છે.

કોર્ટે 14 જાન્યુઆરીના રોજ અંતિમ સુનાવણી બાદ પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યે મોઈદ ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

આ મામલો 29 જુલાઈ, 2024ના રોજ પુરાકલંદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. સગીર બાળકી સાથે ગેંગરેપનો આરોપ સામે આવતાની સાથે જ જિલ્લામાં રાજકીય અને વહીવટી ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન મોઈદ ખાન અને તેના નોકર રાજુ ખાનના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA નેગેટિવ, જ્યારે રાજુ ખાનનો DNA પોઝિટિવ આવ્યો હતો.

પીડિતાના સમર્થનમાં ફરિયાદી પક્ષે કોર્ટમાં કુલ 13 સાક્ષીઓ રજૂ કર્યા હતા. કોર્ટે DNA રિપોર્ટ સહિત તમામ પુરાવા, જુબાની અને વિવેચનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ મોઈદ ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. બીજી તરફ નોકર રાજુ ખાન સામે કેસની સુનાવણી ગુરુવારે થશે, જ્યાં તેને સજા સંભળાવવામાં આવી શકે છે. 

નિર્દોષ જાહેર થવાના પ્રમુખ આધાર

DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA મેચ ન થયો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઘટના દરમિયાન એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટમાં કોઈ વીડિયો પુરાવા રજૂ કરવામાં ન આવ્યા. પોલીસ તપાસમાં ઘટનાસ્થળના સ્થાન અંગે ગંભીર વિરોધાભાસ સામે આવ્યા, ક્યારેક બેકરીની બહાર ઝાડ નીચે, તો ક્યારેક બેકરીની અંદર ઘટના ઘટી હોવાનું જણાવવામાં આવ્યું. કોર્ટમાં પીડિતાની માતાએ સ્વીકાર્યું કે રાજકીય દબાણ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

વકીલ અને પ્રોસિક્યૂટરની પ્રક્રિયા

મોઈદ ખાનના વકીલ સઈદ ખાને કહ્યું કે, કોર્ટે તથ્યો અને પુરાવાઓના આધારે ન્યાયી નિર્ણય આપીને મારા અસીલને નિર્દોષ જાહેર કર્યા છે. શરૂઆતથી જ તપાસમાં વિરોધાભાસ સામે આવતા રહ્યા છે, જેને અંતે કોર્ટ સામે સ્પષ્ટ થયા. બીજી તરફ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વીરેન્દ્ર કુમારે કહ્યું કે, આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.

બુલડોઝર કાર્યવાહી પણ રહી વિવાદનું કેન્દ્ર?

આ મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્રએ મોઈદ ખાનની બેકરી અને બે માળના શોપિંગ કોમ્પ્લેક્સને બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે તે સમયે વ્યાપક રાજકીય વિવાદ ઊભો થયો હતો. કોર્ટના આ નિર્ણયથી મોઈદ ખાનના સમર્થકો અને પરિવારને મોટી રાહત મળી છે અને બીજી તરફ આ કેસ ફરી એકવાર ન્યાયિક પ્રક્રિયા અને રાજકીય હસ્તક્ષેપ અંગે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શું-શું થયું?

પુરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષની એક સગીર બાળકી સાથે રેપ અને બ્લેકમેલિંગના આરોપ લાગ્યા હતા. આરોપ હતો કે, અશ્લીલ વીડિયો બનાવીને લાંબા સમય સુધી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલો 29 જુલાઈ, 2024ના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે પીડિતા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું. પીડિતાની માતાએ બેકરીના માલિક મોઈદ ખાન અને તેના નોકર રાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપો બાદ બંનેની ધરપકડ કરવામાં આવી. પીડિતા ચાર બહેનોમાં સૌથી નાની છે. તેના પિતાનું બે વર્ષ પહેલાં જ નિધન થયું હતું. પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આરોપો, વિરોધ-પ્રદર્શન અને રાજકીય પ્રતિક્રિયા વચ્ચે તપાસ આગળ વધી, અને અંતે DNA પુરાવા નિર્ણાયક સાબિત થયા.

આ પણ વાંચો: અયોધ્યામાં સગીરા પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડૉઝર ફરી વળ્યું

સમગ્ર ઘટનાક્રમ

– 29 જુલાઈ, 2024 FIR નોંધાઈ

– 30 જુલાઈ, 2024 મોઈદ ખાન અને રાજુની ધરપકડ

– 1 ઓગસ્ટ, 2024 આ મામલો વિધાનસભામાં ઉઠ્યો

– 3 ઓગસ્ટ, 2024 બેકરી પર બુલડોઝર કાર્યવાહી

– 6 ઓગસ્ટ, 2024 KGMUમાં પીડિતાનો ગર્ભપાત, ગર્ભનો DNA સેમ્પલ

– 7 ઓગસ્ટ, 2024 આરોપીના DNA સેમ્પલ

– 30 સપ્ટેમ્બર, 2024 સીલબંધ DNA રિપોર્ટ રજૂ, રાજુના સેમ્પલ મેચ થયા

– જાન્યુઆરી 2026 મોઈદ ખાન નિર્દોષ જાહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
INDIA

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

February 13, 2026
‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…
INDIA

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

February 13, 2026
રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…
INDIA

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…

February 13, 2026
Next Post
VIDEO : MP માં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળીયાના ઢગલે પડી તોય મારતો રહ્યો | BJP Leader Pul…

VIDEO : MP માં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળીયાના ઢગલે પડી તોય મારતો રહ્યો | BJP Leader Pul...

‘ઈન્જેક્શન આપ્યાની 5 જ મિનિટમાં મોત…’ સાધ્વી પ્રેમ બાઈસાના પિતાનો ધડાકો, વિવાદિત વીડિયો થયો હતો વા…

'ઈન્જેક્શન આપ્યાની 5 જ મિનિટમાં મોત...' સાધ્વી પ્રેમ બાઈસાના પિતાનો ધડાકો, વિવાદિત વીડિયો થયો હતો વા...

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્ | Sup…

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્ | Sup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

8 months ago
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું? DGCA સવાલોના ઘેરામાં | Ajit Pawar Pla…

અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું? DGCA સવાલોના ઘેરામાં | Ajit Pawar Pla…

2 weeks ago
મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

5 months ago
ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

ઘોળકાનાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા લોકોમાં રોષ | People are angry as the water from the bo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News