![]()
– 17 મી ઓક્ટોબર સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું
– પાલિતાણા ચોકડી, પાલિતાણા-તળાજા રોડ, નેશનલ હાઈવે, મહુવા ચોકડીથી વાહનોની અવરજવર કરી શકાશે
ભાવનગર : તળાજા બાયપાસ પર આવેલી તળાજી નદી પરના માઈનોર બ્રિજને આવતીકાલથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે.
તળાજી નદીનો બ્રિજ નબળો થઈ જતાં લોકસલામતી માટે અને તળાજા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અભિપ્રાય સહ દરખાસ્તને ધ્યાને લઈ ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ બ્રિજ પર ચાલતા તમામ વાહનો માટે તા.૧૧-૯થી તા.૧૭-૧૦ સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન રૂટ પાલિતાણા ચોકડી, પાલિતાણા-તળાજા રોડ, નેશનલ હાઈવે, મહુવા ચોકડી (જં) અને મહુવા ચોકડીથી તમામ વાહનો પસાર કરવા જાહેરનામું જારી કર્યું છે.










