
Election Commission and SIR Process : ચૂંટણી પંચે મંગળવારથી દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ લગભગ 51 કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃચકાસણી કરવામાં આવશે.
શું છે SIR નો ઉદ્દેશ્ય
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી બોગસ નામો દૂર કરવાનો અને ખાસ કરીને ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓને ઓળખીને બહાર કરવાનો છે. આ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.










