![]()
– યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા તૈયાર પૂર્ણ
– યુનિવર્સિટીનાં બાહ્યઅભ્યાસક્રમ કેન્દ્ર ખાતે પરીક્ષા લક્ષી વ્યવસ્થા ગોઠવાઈ
ભાવનગર : યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા યુજી ૪-૬ અને પીજી ૪ રીપીટર પરીક્ષા તા. ૨ સપ્ટે. થી ૧૨ સપ્ટે. દરમ્યાન એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાનાર છે. જેમાં બે સેશનના કુલ ૪૫૮૦ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
પરીક્ષા વિભાગ દ્વારા રેગ્યુલર પરીક્ષા લેવાયા બાદ નાપાસ થયેલ અથવા એટીકેટી આવેલ વિદ્યાર્થીો માટે રીપીટર પરીક્ષાઓ યોજાતી હોય છે. યુ.જી. તમામ વિષયની સેમ ૪-૬ તેમજ પીજી સેમ-૪ની રીપીટર પરીક્ષાના ફોર્મ ભરાયા બાદ હોલટીકીટ જાહેર કરાઈ હતી જે પરીક્ષા તા.૨-૯થી એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ ખાતે લેવાશે. આ પરીક્ષામાં ૧૧થી ૧-૩ના સેશનમાં ૧૪૫૨ અને ૩થી ૫.૩૦ના બીજા સેશનમાં એમ કુલ મળી ૪૫૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ઓબ્ઝર્વર્ટની નિમણુંકો પણ કરવામાં આવી છે. એક તબક્કે આગળના વર્ષમાં પ્રવેશ મેળવવા સેમ-૪ અને ૬ને પરીક્ષા વિભાગે પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાયું છે.










