![]()
– કામે જવાનું કહી વાસણાનો યુવક પરત ન ફર્યો
– આણંદ શહેરના મોટી ખોડિયાર, ખંભાતના માછીપુરાની યુવતીઓ લાપતા
આણંદ : આણંદના મોટી ખોડીયાર વિસ્તારની ૧૮ વર્ષીય યુવતી, ખંભાતના માછીપુરાની ૧૮ વર્ષીય યુવતી અને બોરસદના દહેવાણ ગામનો ૩૫ વર્ષનો યુવક રહસ્યમય રીતે લાપતા થયા હોવાના ત્રણ અલગ અલગ બનાવો પોલીસ મથકે નોંધાયા છે.
આણંદ શહેરના મોટી ખોડીયાર વિસ્તારમાં રાધાસ્વામી ડેલાની બાજુમાં રહેતી ૧૮ વર્ષીય સોનલ કાનજીભાઈ વસૈયા તા. ૧૦મી નવેમ્બરે કામ કરવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ના ફરતા માતા પ્રેમીલાબેને આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ નોંધાવી છે.
બીજા બનાવમાં ખંભાત શહેરના માછીપુરા વિસ્તારમાં શાીનગર ખાતે રહેતી ૧૮ વર્ષીય કોમલ જગદીશભાઈ માછી તા. ૧૧મીએ કોઈને કહ્યા વગર ચાલી જઈ ગુમ થતા તેણીની માતા રેખાબેને ખંભાત શહેર પોલીસમાં જાણ કરી છે. અન્ય બનાવમાં મૂળ બોરસદ તાલુકાના દહેવાણ ગામના અને હાલ ખંભાત તાલુકાના વાસણા ગામે રહેતો સુરેશભાઈ મફતભાઈ પરમાર (ઉં.વ.૩૫) તા. ૭મીએ ખંભાત કામે જાવ છું કહી ઘરે પરત ના ફરી લાપતા થયો છે. તેમની પત્ની જનકબેને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે જાણ કરી છે.










