![]()
વડોદરાઃ બોગસ ફર્મના નામે એકાઉન્ટ ખોલી વડોદરાના ઇન્વેસ્ટર પાસેથી રૃ.૧.૭૯ કરોડ પડાવી લેનાર ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટના હોલ્ડરને વડોદરા સાયબર સેલે ખેડાથી ઝડપી પાડયો છે.
ગોત્રી વિસ્તારની નવધા રેસિડેન્સી ખાતે રહેતા ખાનગી કંપનીના મેનેજર ઘનશ્યામ માત્રોજાને ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમમાં ફસાવી જુદાજુદા ખાતામાં રૃ.૧.૮૧ કરોડ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.જેમાં તેમને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ રૃ.૨.૨૨ લાખ પરત પણ કર્યા હતા.
આ બનાવમાં સાયબર સેલના પીઆઇ જેડી પરમાર અને ટીમે બોગસ ફર્મના નામે ખોલવામાં આવેલા બેન્ક એકાઉન્ટના હોલ્ડર મયૂર કાળુભાઇ રબારી(માતર,ખેડા)ને ઝડપી પાડયો છે.પોલીસે કહ્યું છે કે,આ ખાતા અંગે પણ જુદાજુદા રાજ્યોમાં ફ્રોડની ૨૬ જેટલી ફરિયાદ થઇ છે.










