
– એલવીએમ-3 રોકેટની મદદથી ઉપગ્રહ છોડાશે
– ઉપગ્રહ છોડવાથી નૌકાદળને સૌથી વધારે ફાયદો થશે, કમ્યુનિકેશન મજબૂત થશે
નવી દિલ્હી: ભારતનું પ્રસિદ્ધ લોન્ચ વ્હીકલ એલવીએમ-૩ રોકેટ બીજી નવેમ્બરના રોજ એટલે કે રવિવારના રોજ તેનું પાંચમાં ઉડ્ડયન કરશે. આ ઉડાન એલવીએમ૩-એમફાઇવના નામથી ઓળખાશે. આ ઉડાન દ્વારા ભારતના સૌથી વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-૦૩ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.










