gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ : ગૃહ મંત્રાલય સામે TMC સાંસદોના દેખાવ | Tensions from …

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ : ગૃહ મંત્રાલય સામે TMC સાંસદોના દેખાવ | Tensions from …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raid and TMC MP Protest : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની I-PACની ઓફિસ પર EDના દરોડા બાદ, મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે. આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચી ગયો છે, જ્યાં TMCના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દિલ્હીમાં TMC સાંસદોનો વિરોધ, પોલીસ અટકાયત

કોલકાતામાં I-PAC ઓફિસ પર EDના દરોડાના વિરોધમાં, તૃણમૂલ કોંગ્રેસના 8 સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેરેક ઓ’બ્રાયન, શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ અને ડો. શર્મિલા સરકાર સહિતના સાંસદો ધરણા પર બેઠા હતા. જોકે, દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા તમામ સાંસદોની અટકાયત કરી લીધી છે.

મમતા બેનરજીએ ખુદ નોંધાવી ED વિરુદ્ધ FIR

આ મામલે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતાના શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે. EDના દરોડા બાદ, આ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે.

પ્રથમ FIR: મુખ્યમંત્રી દ્વારા નોંધાવવામાં આવેલી પહેલી FIRમાં ચોરી, ગુનાહિત અતિક્રમણ અને ઈલેક્ટ્રોનિક પુરાવાની ચોરી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

બીજી FIR: બીજી FIR પોલીસે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) લેતા નોંધી છે, જેમાં સરકારી કર્મચારીઓને કામ કરતા રોકવા અને ખોટી રીતે અટકાયતમાં રાખવાના આરોપો છે.

ખાસ વાત એ છે કે બંને FIR અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે અને તેમાં કોઈ ચોક્કસ ED અધિકારીનું નામ નથી.

શું છે સમગ્ર મામલો અને રાજકીય પ્રતિક્રિયાઓ?

ગુરુવારે, EDએ ‘બંગાળ કોલસા કૌભાંડ’ સાથે જોડાયેલી તપાસના ભાગરૂપે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની I-PACની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કંપની TMC માટે રાજકીય સલાહકાર ઉપરાંત તેના IT અને મીડિયા ઓપરેશન્સનું પણ સંચાલન કરે છે. દરોડાની જાણ થતાં જ મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને EDની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી પહેલા TMCને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

આ મામલે કોંગ્રેસે પણ EDની કાર્યવાહીની ટીકા કરી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ શુભંકર સરકારે દરોડાના સમય પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે રસ્તા પર ઉતરશે મમતા બેનરજી

EDની કાર્યવાહીના વિરોધમાં, મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એટલે કે શુક્રવારે કોલકાતામાં એક વિશાળ વિરોધ માર્ચનું આયોજન કર્યું છે. આ ઉપરાંત, TMCએ કોર્ટમાં પણ ED વિરુદ્ધ અરજી દાખલ કરીને કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરવા અને પાર્ટીના તમામ ગુપ્ત દસ્તાવેજો તાત્કાલિક પરત કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | man was arr…

વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | man was arr...

અમદાવાદમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, કારચાલકે પોલીસકર્મીને બોનેટ પર દોઢ કિ.મી. ઢસડ્યો, એકની ધરપકડ | Ahm…

અમદાવાદમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, કારચાલકે પોલીસકર્મીને બોનેટ પર દોઢ કિ.મી. ઢસડ્યો, એકની ધરપકડ | Ahm...

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was …

હોર્ન વગાડી અપશબ્દો કહેતા કાર ચાલકને ટોકતા બાઈક ચાલકને ફટકાર્યો , ત્રણની ધરપકડ | A motorcyclist was …

7 months ago
ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

12 months ago
વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત | Elderly man injured in collisio…

વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત | Elderly man injured in collisio…

1 month ago
મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ | Special campaign in Botad under int…

મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ | Special campaign in Botad under int…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News