gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો

– મરણના ખોટા દાખલા અને રદ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે જમીનના વેચાણના ગંભીર આક્ષેપો

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ અને સુંદલપુરા ગામની સીમમાં આવેલી જમીનો બોગસ અને બનાવટી દસ્તાવેજોના આધારે વેચાણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બે પક્ષો દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યોે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમરેઠમાં બોગસ ખેડૂત બની જમીન ખરીદીનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી, ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા નગરમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. 

ઉમરેઠના નકુલકુમાર કિરીટભાઈ ગાભા વાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રતનપુરાના દિનેશભાઈ અંબાલાલ રાવળ, સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળએ ગુનાહિત કાવતરું રચીને નવી શરતની જમીનો જૂની શરતમાં તબદીલ કરવા માટે સિદ્ધાર્થ રાવલે વૈભવ ભુપેન્દ્રભાઈ પટેલ, નિલેશકુમાર હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીનો સંપર્ક કર્યોે હતો. વૈભવ પટેલની ઓફિસમાં કામ કરતાં ભૌમિક કુમાર પ્રવીણભાઈ પટેલ (રહે ઉમરેઠ)એ જાણી જોઈને અરજદાર તરીકે સરકાર પક્ષે ગણોતધારાની કાર્યવાહી કરવામાં ન આવે અને ત્રાહિત પક્ષકાર તરીકે પોતે અંગત લાભ મેળવવા માટે ગણોત કેસ દાખલ કરાવ્યો હતો. દિનેશભાઈ અંબાલાલ રાવળ અને સુભાષભાઈ અંબાલાલ રાવળે માતા-પિતા મરણ ગયા હોવા છતાં પણ સંજયભાઈ લાલાભાઇ રાઠોડ (રહે.રતનપુરા)ની મદદથી કોમ્પ્યુટર ઓપરેટર વિજયભાઈ મનુભાઈ રાઠોડ પાસે માતા લક્ષ્મીબેનના નામની જગ્યાએ નંદુબેનનું નામ દર્શાવ્યું હતું. બાદમાં તારીખ ૨૧-૮-૨૦૨૩ના રોજ બનાવટી મરણનો દાખલો તૈયાર કરી તેના ઉપર તત્કાલીન તલાટી દક્ષેશભાઈ મેઘા (રહે.હમીદપુરા)એ રેકર્ડની ચકાસણી કર્યા વિના સહી સિક્કા કરી આપ્યા હતા. સુભાષભાઈ અને દિનેશભાઈએ આ મરણના દાખલા સુંદલપુરા ગ્રામ પંચાયતમાં રજૂ કરી ગામમાં આવેલી જમીનમાં નંદુબેનના વારસદાર તરીકે પોતાના નામ દાખલ કરવા માટે અરજી કરી હતી. ખોટુ પેઢીનામું પ્રમાણિત કરવા માટે પંચ તરીકે નગીનભાઈ મંગળભાઈ ઝાલા અને ગીરીશભાઈ હરમાનભાઈ સોલંકીએ સહીઓ કરી હતી. જમીનના સહ ખાતેદાર કનુભાઈ લક્ષ્મણભાઈ રાવળે અન્ય સાચા વારસદારોને અંધારામાં રાખવાના બદ ઇરાદાથી તેમજ નંદુબેનના કાયદેસરના વારસદારો સહિત અન્ય કોઈ સહ ખાતેદારને ફેરફારની જાણ ન થાય તે હેતુથી ૧૩૫ ડીની તમામ નોટિસ ઉપર પોતાનો મોબાઈલ નંબર આપી બનાવટી દસ્તાવેજો અને ખોટા પુરાવાઓનો ઉપયોગ કરી વારસાઈ નોંધ દાખલ કરાવી હતી. બાદમાં નાયબ મામલતદાર દ્વારા પ્રમાણિત કરાવીને ગેરકાયદેસર રીતે સુભાષભાઈ અંબાલાલ રાવળ અને દિનેશભાઈ અંબાલાલ રાવળે ખેડૂત તરીકેનો દરજ્જો મેળવ્યો હતો અને નવી શરતમાંથી જૂની શરતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ નક્કી થયા મુજબ કનુભાઈ રાવળે દિનેશભાઈ અને સુભાષભાઈએ ઉક્ત જમીનમાંથી પોતાનો હક કમી કરી આપ્યો હતો અને બાદમાં સુભાષભાઈએ ઉમરેઠના નકુલભાઈ પાસેથી રૂપિયા ૯.૦૨ લાખ લઈ જમીનનો વેચાણ દસ્તાવેજ ચંદ્રિકાબેન ઉર્ફે ચંદનબેન હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીને કરી આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરુ કરતા નકુલકુમાર કિરીટકુમાર ગાભા વાળાએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામા પક્ષે સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉમરેઠના નકુલ કુમાર કિરીટકુમાર ગાભા વાલા તથા તેમના કુટુંબી ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાલા દ્વારા તેઓની વડીલો પારજિત કિંમતી જમીનો પચાવી પાડવા માટે બાપદાદાના રૂપિયા ૭૦ લાખ આપવાના બાકી છે તેમ જણાવી સિદ્ધાર્થ ભાઈના દાદા અંબાલાલની માલિકીની ઉમરેઠ ગામની જુદા જુદા સર્વે નંબરો વાળી જમીનો અને કાકા સુભાષભાઈની માલિકીની ઉમરેઠ ખાતે આવેલી જુદાજુદા સર્વે નંબર વાળી જમીનોનો પાવર ઓફ એટર્ની કરાવી લીધો હતો. જોકે આ પાવર ઓફ એટર્ની સિદ્ધાર્થ તથા તેમના પરિવારજનોએ અખબારમાં નોટિસ આપીને રદ કરાવી દીધો હોવા છતાં પણ આ જમીનો તારીખ ૧૬-૯-૨૦૨૨ના રોજ નકુલકુમાર ગાભા વાળા અને ગોકુલ કુમાર ગાભા વાળાએ મળીને સુનિલકુમાર ભગવતલાલ શાહને કૃ.૧૯.૧૩ લાખમાં વેચી રજીસ્ટર વેચાણ બાનાખત કરી આપી તે પેટે રૂ.૩.૫ લાખ રોકડા મેળવી લીધા હતા. ઉપરાંત સુભાષભાઈની માલિકીની જમીનનો પણ રજીસ્ટર્ડ વેચાણ બાનાખત રૂપિયા ૯.૦ બે લાખમાં કરી આપી તે પેટે રૂ.૨.૫૦ લાખ રોકડા લીધા હતા અને બાનાખત કરતી વખતે નકુલકુમાર કિરીટ કુમાર ગાભાવાળા અને ગોકુલ કુમાર શૈલેષકુમાર ગાભાવાલાએ પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ હયાત છે અને તે રદ કે વીડ્રો કરવામાં આવેલ નથી અને પાવર ઓફ એટર્નીનો અમલ ચાલુ છે. તેવું ખોટું સોગંદનામુ કરી આપતા ઉમરેઠ પોલીસે નકુલકુમાર કિરીટકુમાર ગાભાવાલા, ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાળા અને સુનિલ ભગવતલાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…
GUJARAT

સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…

March 23, 2026
ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…
GUJARAT

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

March 23, 2026
બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness
GUJARAT

બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness

March 23, 2026
Next Post
અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t...

ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator’s blunder: Aff…

ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator's blunder: Aff...

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass…

જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass…

6 months ago
રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

2 weeks ago
નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા | SOG nabbed two persons with MD D…

8 months ago
મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News