
– નીતિ આયોગના રિપોર્ટમાં એઆઇના ઉપયોગ પર ભાર
– એઆઈ નોકરીઓનું સર્જન કરશે અને ભારત વૈશ્વિક એઆઈમાં ભારતનો 10થી 15 ટકા હિસ્સો હશે
– ટેકનોલોજીની સાથે તેની નિયંત્રણ પ્રણાલિ પણ તેટલી જ ઝડપથી વૃદ્ધિ પામવી જરૂરી : નિર્મલા સીતારામન
નવી દિલ્હી : નીતિ આયોગના રિપોર્ટ મુજબ એઆઈ ૨૦૩૫ સુધીમાં ભારતની જીડીપીમાં ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો ઉછાળો લાવી શકે છે. તેની સાથે એઆઈ અનેક નોકરીઓનું સર્જન પણ કરી શકે છે. આ બધુ દેશના બધા જ ઉદ્યોગો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કેટલી ઝડપથી અને કેટલા અસરકારક રીતે અપનાવે તેના પર નિર્ભર છે.










