gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in INDIA
0 0
0
એક નવો નિયમ : ‘નકલી કન્ટેન્ટ’ પર એઆઈ લખવું ફરજીયાત | A new rule: Mandatory AI writing on ‘fake conte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોશિયલ મીડિયા પર આવેલું કન્ટેન્ટ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારજો !

– સરકારના નવા નિયમોનો 20મી ફેબ્રુઆરીથી અમલ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફેક કન્ટેન્ટ 3 કલાકમાં હટાવવું પડશે

– ગેરકાયદે કે વાંધાજનક એઆઈ કન્ટેન્ટ શૅર કરવા બદલ પણ આઈટી એક્ટ, ક્રિમિનલ કાયદા, પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકશે

નવી દિલ્હી : દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દરેક ક્ષેત્રમાં પ્રસાર વધ્યો છે ત્યારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર પણ વધ્યો છે, પરંતુ તેનાથી ડીપફેક સહિતના અનેક જોખમો રહેલા છે. આથી સરકારે  હવે એઆઈથી બનેલા કન્ટેન્ટ અંગે નવા નિયમો બનાવ્યા છે. સરકારે આ નિયમો જાહેર કરી દીધા છે, જેનો અમલ ૨૦ ફેબ્રુઆરીથી થશે. આ નિયમો મુજબ હવે એઆઈ દ્વારા બનાવાયેલા કન્ટેન્ટ પર ‘એઆઈ જનરેટેડ’નું લેબલ લગાવવું પડશે તથા વાંધાજનક કન્ટેન્ટ ત્રણ કલાકમાં હટાવવું પડશે.

સોશિયલ મીડિયા પર એઆઈ આધારિત કન્ટેન્ટનો પ્રચાર પ્રસાર વધવાની સાથે ડીપફેક વીડિયો, નકલી તસવીરો અને નકલી ઓડિયોવાળા કન્ટેન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આવા સમયમાં સામાન્ય જનતાને કોઈ વીડિયો એઆઈ આધારિત છે કે વાસ્તવિક તે સમજવું ઘણું મુશ્કેલ થાય છે. આ કારણોથી ખોટી માહિતીનો પ્રસાર, બદનામી અથવા છેતરપિંડીના કેસો સતત વધી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તીઓને ડામવા માટે સરકાર હવે એઆઈ આધારિત કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે નવા નિયમો લઈને આવી છે.

સરકારે હવે સિન્થેટિક કન્ટેન્ટની સ્પષ્ટ પરિભાષા આપી છે, જે મુજબ તેનો અર્થ એવા ઓડિયો, વીડિયો, ફોટો અથવા વિઝ્યુઅલ્સથી છે, જે કમ્પ્યુટર અથવા અલ્ગોરિધમથી બનાવાયા હોય અને જોવામાં એકદમ અસલી લાગે. એટલે કે એવું કન્ટેન્ટ જે કોઈ માણસ અથવા ઘટનાને એવી રીતે બતાવે કે લોકો તેને સાચી માની લે. જોકે, સાધારણ એડિટિંગ, કલરમાં સુધારા, અનુવાદ અથવા ડોક્યુમેન્ટ તૈયાર કરવા વગેરે જ્યાં સુધી કોઈ નકલી અથવા ભ્રામક રેકોર્ડ ના બને ત્યાં સુધી આ નિયમોના દાયરામાં નથી આવતા. 

એઆઈ સંબંધિત નિયમોમાં સૌથી મોટું પરિવર્તન એ છે કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એઆઈથી બનેલા ખોટા અથવા ગેરકાયદે કન્ટેન્ટને ત્રણ કલાકની અંદર હટાવવા પડશે. અગાઉ આ સમય મર્યાદા ૩૬ કલાક હતી. એટલે કે હવે કોઈ પ્લેટફોર્મને ખ્યાલ આવે કે કોઈ ડીપફેક વીડિયો, નકલી દસ્તાવેજ અથવા ઉશ્કેરણીજનક એઆઈ કન્ટેન્ટ ફેલાવી રહ્યું છે તો તેમણે તુરંત પગલાં લેવા પડશે. સરકારનું માનવું છે કે વિલંબથી હટાવવા પર નુકસાન થઈ ચૂક્યું હોય છે.

સરકારે જણાવ્યું ક, સોશિયલ મીડિયા કંપનીઓએ પ્રત્યેક ત્રણ મહિનામાં યુઝર્સને નિયમોની માહિતી આપવી પડશે. યુઝર્સને સ્પષ્ટ કહેવું પડશે કે એઆઈથી બનેલા ગેરકાયદે અથવા વાંધાજનક કન્ટેન્ટ શૅર કરવા પર આઈટી એક્ટ, નવા ક્રિમિનલ કાયદા, પોક્સો અને અન્ય કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નવા નિયમોમાં ઓળખ અને લેબલિંગની અન્ય પણ એક મહત્વની બાબત સામેલ છે. સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે, જે આઈથી બનેલા કન્ટેન્ટની ઓળખ સાબિત કરે.

સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે, જે એઆઈથી બનેલા કન્ટેન્ટની ઓળખ કરી શકે. એવા કન્ટેન્ટ પર સ્પષ્ટ  લેબલ બતાવવું પડશે. તેની સાથે એક ડિજિટલ ઓળખ અથવા મેટાડેટા જોડવા પડશે, જેને હટાવી ના શકાય. આ સંદર્ભમાં સરકારનો આશય એવો છે કે કોઈપણ એઆઈ કન્ટેન્ટ લેબલ વિના ફરતું ના રહે. 

સરકારનું કહેવું છે કે આ નિયમોથી નકલી સમાચારો, ડીપફેક અને ભ્રામક પ્રોપેગેંડા ફાલતા અટકશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોનો વિશ્વાસ વધશે. પરંતુ બીજીબાજુ કંપનીઓએ ટેક્નોલોજીમાં મોટાપાયે રોકાણ કરવું પડશે. એઆઈ કન્ટેન્ટ ઓળખતી સિસ્ટમ બનાવવી પડશે. કંપનીઓ માટે દરેક પોસ્ટ પર નજર રાખવી મુશ્કેલ બનશે. જોકે, નવા નિયમો જમીની સ્તર પર કેટલા અસરકારક છે તે આગામી સમયમાં દેખાઈ આવશે. 

સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કાયદાકીય પગલા ભરાશે

– બાળકોના જાતીય શોષણ, મંજૂરી વિનાની તસવીરો અને વીડિયો, હિંસક કન્ટેન્ટ બ્લોક કરવા પડશે

નવી દિલ્હી : સરકારે એઆઈ આધારિત કન્ટેન્ટ માટે જાહેર કરેલા નિયમોમાં હવે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારાશે. સરકારે કેટલાક પ્રકારના કન્ટેન્ટ અંગે આકરું વલણ અપનાવ્યું છે. વધુમાં સોશિયલ મીડિયા કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેમને અપાતી કાયદાકીય સુરક્ષા ખતમ કરાશે.

એઆઈ આધારિત કન્ટેન્ટ અંગેના નવા નિયમોમાં બાળકો સાથે સંકળાયેલા જાતીય શોષણવાળા કન્ટેન્ટ, મંજૂરી વિના લેવાયેલી અંગત તસવીરો અથવા વીડિયો, નકલી દસ્તાવેજ, હથિયાર અથવા હિંસા બતાવતા કન્ટેન્ટ અને કોઈ વ્યક્તિ અથવા ઘટનાને બતાવતા કન્ટેન્ટ તથા કોઈ વ્યક્તિ અથવા ઘટનાના ડીપફેક વીડિયોને પ્લેટફોર્મ્સ પર તુરંત બ્લોક કરવા પડશે અથવા હટાવવા પડશે. આ બાબતમાં બેદરકારી બદલ કંપનીઓ પર કાર્યવાહી કરાઈ શકે છે. હવે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારાઈ છે.  યુઝર હવે કોઈ પોસ્ટ નાંખશે તો તેણે જવાવવું પડશે કે કન્ટેન્ટ એઆઈથી બનેલું છે કે નહીં. પ્લેટફોર્મ પણ માત્ર યુઝરના ભરોસે રહી શકશે નહીં. કંપનીઓએ ટેકનિકલ રીતે એ તપાસવું પડશે કે યુઝર સાચું બોલી રહ્યો છે કે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નિયમોનું પાલન નહીં કરે તો તેની કાયદાકીય સુરક્ષા ખતમ કરાશે. એટલે કે હવે સરકાર સીધા જ પ્લેટફોર્મ્સને જવાબદાર ઠેરવશે. નવા નિયમોમાં ઈન્ડિયન પીનલ કોડની જગ્યાએ નવા ગુનાઈત કાયદાનો ઉલ્લેખ કરાયો છે. એટલે કે ડિજિટલ નિયમોને પણ દેશના નવા કાયદાકીય માળખા સાથે જોડાયું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
INDIA

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

February 14, 2026
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag...

સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin…

સુરેન્દ્રનગરમાં 1.38 લાખની છેતરપિંડી આચરનાર સોની વેપારીની ધરપકડ | Gold trader arrested for defraudin...

વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in …

વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું’ | I was ready to commi…

‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ સમાધાન કરાવ્યું’ | I was ready to commi…

7 months ago
જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

11 months ago
‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

6 months ago
હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News