![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૮૦૦ ઉપરાંત જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટેનું રોસ્ટર રાજ્ય સરકાર દ્વારા મંજૂર થઈ રહ્યું નથી.જેના કારણે ભરતીનું જાહેરનામુ બહાર પાડવા અંગે અનિશ્ચતતા સર્જાઈ છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર મહિનાની શરુઆતમાં રોસ્ટર મંજૂર કરાવવા માટે મોકલવામાં આવ્યું હતું.એ પછી યુનિવર્સિટીના અધિકારીઓ પણ ગાંધીનગર જઈ આવ્યા હતા.જોકે હજી સુધી જગ્યાઓ ભરવા માટેની આખરી મંજૂરી આવી નથી.જેના કારણે હવે નવા વર્ષમાં જાહેરનામુ બહાર પડે તેવું પણ બની શકે છે.સત્તાધીશોએ અધ્યાપકોની સાથે સાથે બિન શૈક્ષણિક કર્મચારીઓની ૧૫૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે પણ મંજૂરી માગી છે.
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ૩૧ ડિસેમ્બર સુધીમાં જો મંજૂરી ના મળે તો ખાલી જગ્યાઓ લેપ્સ ના થાય તે માટે એમ.એસ.યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓએ એક્સેટન્શન માંગી લીધું છે.જેના કારણે નવા વર્ષમાં નોટિફિકેશન પડશે તો પણ જગ્યાઓમાં ઘટાડો નહીં થાય.










