gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રિટનના બર્મિંઘમમાં અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના ટળી

બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮માં બધી સિસ્ટમ કામ કરતી હોવા છતાં રેટ એક્ટિવ થવા અંગે ડીજીસીએનો તપાસનો આદેશ

મુંબઈ/નવી દિલ્હી: બ્રિટનના બર્મિંઘમમાં એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ વિમાનમાં હવામાં અચાનક જ રેમ એર ટર્બાઈન (રેટ) એક્ટિવ થઈ જતાં વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું અને ત્યાર પછી તેનું ઉડ્ડયન અટકાવી દેવાયું હતું. ભારતમાં એવિએશન નિયમનકાર ડીજીસીએએ અમૃતસરથી બર્મિંઘમની એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ૧૧૭ની આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

એરઈન્ડિયાની બોઈંગ ડ્રીમલાઈનર ફ્લાઈટ અમૃતસરથી બર્મિંઘમ જઈ રહી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૧૭ બર્મિંઘમમાં પહોંચવાના અંતિમ તબક્કામાં હતી ત્યારે લેન્ડિંગ પહેલાં હવામાં જ અચાનક રેમ એર ટર્બાઈન (રેટ) સક્રિય થઈ ગઈ હતી. જોકે, ફ્લાઈટનું સફળતાપૂર્વક ઈમર્જન્સી લેન્ડિંગ થઈ ગયું હતું અને બધા જ પ્રવાસીઓ તથા ક્રૂ સુરક્ષિત હતા.  એર ઈન્ડિયાએ જણાવ્યું કે, વિમાનમાં ખામી જણાતા બર્મિંઘમ-દિલ્હી ફ્લાઈટ રદ કરી દીધી હતી અને પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ હતી.

એર ઈન્ડિયાએ જણાવ્યું કે, અમૃતસરથી બર્મિંઘમ જતી ફ્લાઈટ એઆઈ-૧૧૭ના ઓપરેટિંગ ક્રૂએ ૪ ઑક્ટોબરના રોજ વિમાનના અંતિમ તબક્કામાં રેમ એર ટર્બાઈનમાં ગડબડ જોઈ હતી. આ સમયે બધા જ ઈલેક્ટ્રોનિક અને હાઈડ્રોલિક પેરામીટર સામાન્ય જણાયા હતા. વિમાનને આગળની તપાસ માટે ત્યાં જ રોકી દેવાયું છે.

આ વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પણ બોઈંગનું ડ્રીમલાઈનર ૭૮૭-૮ મોડેલ હતું, જેમાં રેટ પાવર સિસ્ટમ તૈનાત હતી. અમદાવાદ એર ઈન્ડિયા અકસ્માતમાં વચગાળાની તપાસમાં જણાયું હતું કે, ઈંધણ પૂરવઠામાં અવરોધોના કારણે એન્જિન બંધ થઈ ગયા હતા, જેથી ઈમર્જન્સી તંત્ર સક્રિય થઈ ગયું હતું. 

એક અહેવાલ મુજબ એર ઈન્ડિયાના આ વિમાન અકસ્માત સમયે બંને એન્જિન અથવા હાઈડ્રોલિક-ઈલેક્ટ્રિક ફેલ્યોર અથવા સોફ્ટવેર સાથે ચેડાંની સંભાવનાને પણ અકસ્માતના સંભવિત કારણ તરીકે જોવામાં આવે છે. આ અકસ્માતમાં વિમાનના ૨૪૧ પ્રવાસી સહિત કુલ ૨૬૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેટલાક અહેવાલ મુજબ અમદાવાદમાં વિમાન અકસ્માત પહેલાં રેટ સક્રિય થઈ ગયું હતું. વધુમાં સમાજના કેટલાક વર્ગ દ્વારા ડ્રીમલાઈનરની સુરક્ષા અંગે પણ સવાલ ઉઠાવાયા હતા.

– રેમ એર ટર્બાઈન શું છે?

સામાન્ય સંજોગોમાં વિમાનમાં બંને એન્જિન ફેઈલ થઈ જાય અથવા ઈલેક્ટ્રોનિક અથવા હાઈડ્રોલિક સંપૂર્ણપણે ફેઇલ થઈ જાય ત્યારે ઓટોમેટિક રેટ સક્રિય થઈ જાય છે. તે ઈમર્જન્સી પાવર જનરેટ કરવા પવનની ગતિનો ઉપયોગ કરે છે. માત્ર ગંભીર પરિસ્થિતિમાં જ રેટ સક્રિય કરાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile …

દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile ...

મણિપુરમાં કોન્ટ્રાક્ટ કિલિંગથી શાંતિ ડોળવા પ્રયાસ, 15 ઉગ્રવાદી ઝડપાયા | Attempt to disturb peace thr…

મણિપુરમાં કોન્ટ્રાક્ટ કિલિંગથી શાંતિ ડોળવા પ્રયાસ, 15 ઉગ્રવાદી ઝડપાયા | Attempt to disturb peace thr...

સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…

સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ | GUJ…

3 months ago
મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…

5 months ago
અમદાવાદ: AMCનું 18,518 કરોડ રૂપિયાનું બજેટ રજૂ, જાણો કયા વિસ્તારને શું મળ્યું? | Ahmedabad AMC Prese…

અમદાવાદ: AMCનું 18,518 કરોડ રૂપિયાનું બજેટ રજૂ, જાણો કયા વિસ્તારને શું મળ્યું? | Ahmedabad AMC Prese…

2 months ago
Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News