
મુંબઈ : યુદ્ધને કારણે વિવિધ કાચા માલની અછત ઉપરાંત ભાવ વધારાને ધ્યાનમાં રાખી ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રની કંપનીઓ ચોક્કસ પ્રોડકટસના ભાવમાં વધારો કરવા તથા કેટલાક પ્રોડકટસના પેકિંગના વજનમાં ઘટાડો કરવા વિચારી રહી છે.
પ્લાસ્ટિકની કિંમતમાં વધારો થતા પાણીની બોટલ, બિસ્કીટસ, સોફટ ડ્રીન્કસ સહિતની ચીજવસ્તુની કિંમતમાં નજીકના ભવિષ્યમાં વધારો તોળાઈ રહ્યો છે.
બીજી બાજુ કિંમતમાં વધારો કરવાને બદલે જે પ્રોડકટસના તૈયાર પેકિંગના વજનમાં ઘટાડો શકય હશે તેમાં ઘટાડો કરવાનું પણ કેટલીક કંપનીઓ વિચારી રહી છે, જેથી ઉપભોગતાને નાણાંકીય બોજનો સામનો કરવો ન પડે.










