
Operation Sindoor : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેસન સિંદૂર પાર પાડી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, જેની આજે પણ ચર્ચાઓ ચાલી રહી છે. સેનાએ 7થી 10 મે સુધી ઓપરેશન ચલાવી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ અને એરબેઝને નષ્ટ કરી દીધા હતા. ઓપરેશન સિંદૂર માટે મધ્યરાત્રિ કેમ પસંદ કરાઈ? તે અંગે દેશના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે કારણ સમજાવ્યું છે.
અમને અમારી ક્ષમતાઓ પર પૂરો ભરોસો : CDS
સીડીએસ ચૌહાણે રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને 7મી મેની રાત્રે એકથી દોઢ વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો.










