gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch Earthquake 25 Years: 26 જાન્યુઆરીના રોજ કચ્છના મહાવિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ જિલ્લાને સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન-5માંથી આગળ વધારીને ઝોન-6માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેવા કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના કુલ 32 ભૂકંપ નોંધાયા છે, જ્યારે તેનાથી નાની તીવ્રતાના તો હજારો આંચકા અનુભવાયા છે.

સૌરાષ્ટ્ર પણ હવે હાઈ-રિસ્ક ઝોનમાં

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR)માં વર્ષ 2012થી નોંધાયેલા મોટા ભૂકંપોની વિગત અનુસાર, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 5.3ની તીવ્રતાનો ધરતીકંપ 14 જૂન, 2020ના રોજ નોંધાયો હતો. આ ઉપરાંત, વર્ષ 2018 અને 2020માં 4.8ની તીવ્રતાના આંચકા પણ અંકિત થયા છે, જ્યારે ચાલુ વર્ષમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્ર આંચકો નોંધાયો છે. બીજી તરફ, નવા નિર્ધારિત ધોરણો મુજબ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ ભૂકંપ સંભવિત ઝોન-4 અને ઝોન-5માં સમાવેશ થાય છે.

સમાન તીવ્રતાના આંચકાની હારમાળા

સૌરાષ્ટ્રમાં આવતા ભૂકંપો મોટાભાગે ‘સ્વાર્મ’ પ્રકારના હોય છે; જેનો અર્થ એ છે કે, કચ્છની જેમ એક મોટા ભૂકંપ બાદ અનેક આફ્ટર-શોક આવવાને બદલે અહીં ટૂંકા સમયગાળામાં ઉપરાઉપરી લગભગ સમાન તીવ્રતાના ભૂકંપોની હારમાળા સર્જાય છે. તાજેતરમાં જ ઉપલેટા અને તાલાલા પંથકમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. જો કે, રાજકોટ, ઉપલેટા, ઉના અને તાલાલા જેવા વિસ્તારોમાં ભૂતકાળમાં 4થી વધુ તીવ્રતાના ભૂકંપો પણ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સમાચાર આર્કાઈવ: જ્યારે ધરતી કંપી અને કલમ રડી, કચ્છ ભૂકંપના 25 વર્ષ પછી પણ જીવંત થતી વેદના

લેન્ડસ્કેપમાં મોટા ભૌગોલિક પરિવર્તનો

કચ્છમાં આવતા ભૂકંપો માત્ર સામાન્ય નથી પરંતુ અત્યંત જટિલ પણ છે; જ્યાં અગાઉથી જ KMF, KHF, સાઉથ વાગડ, ગેડી ફોલ્ટ અને આઈલેન્ડ બેલ્ટ જેવી ફોલ્ટલાઈનો ભૂકંપીય ગતિવિધિની દ્રષ્ટિએ સક્રિય છે. આ ઉપરાંત, હવે કચ્છ મેઈનલેન્ડ અને KHF ફોલ્ટલાઈન વચ્ચે ‘ઉલટ કોટડા’ તરીકે ઓળખાતી નવી ફોલ્ટલાઈન પણ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે કચ્છના ભૌગોલિક લેન્ડસ્કેપમાં મોટા પરિવર્તનો નોંધાયા છે. 

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 2 - image

આ પણ વાંચો: ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના

ભય નહીં, જાપાન જેવી સજ્જતાની જરૂર

જોકે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપની આગાહી વરસાદની જેમ શક્ય નથી, તેથી તેનો વ્યર્થ ભય રાખવાને બદલે જાપાનની જેમ સજ્જતા કેળવવી જરૂરી છે. જાપાનમાં જે રીતે સતત તીવ્ર ભૂકંપો વચ્ચે પણ સ્કૂલ, હોસ્પિટલ અને ફ્લેટમાં પૂર્વ તૈયારીની ટેવ વિકસાવવામાં આવી છે, તેમ આપણે પણ બાંધકામોને વધુ મજબૂત કરવા સાથે ભૂકંપ સુરક્ષાની આદત કેળવવાની જરૂર છે.

વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશ હોવા છતાં, જાપાનના લોકો કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર જીવે છે અને ત્યાં સરેરાશ આયુષ્ય 80 વર્ષથી પણ વધુ છે. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ જાપાન પાસેથી આ જીવનશૈલી અને સજ્જતા શીખવા જેવી છે.

4.0નો ભૂકંપ એટલે કેટલો શક્તિશાળી?

ભૂકંપનું માપન મેગ્નિટ્યુડમાં કરવામાં આવે છે, જેમાં તીવ્રતાનો વધારો સીધો(Linear) નથી હોતો. દાખલા તરીકે, 3.0ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ એ માત્ર 25 ટકાનો વધારો નથી, પરંતુ તે ધરતીને 10 ગણી વધુ શક્તિથી ધરતીને હલબલાવે છે અને તેનાથી 32 ગણી(આશરે 3200 ટકા) વધુ એનર્જી મુક્ત થાય છે. એ જ રીતે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા 2.5ની તીવ્રતાના ભૂકંપ કરતા 4.0નો ભૂકંપ આશરે 178 ગણો વધુ શક્તિશાળી હોય છે, જે લગભગ 6 ટન ટીએનટી(TNT) જેટલી પ્રચંડ ઊર્જા છોડે છે.

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં 'સ્વાર્મ અર્થક્વેક'નું જોખમ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ...

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ ‘ગુજરાત સમાચાર’ આર્કાઇવ્સ | 25 Years…

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ | 25 Years...

‘ચંદા દો.. ધંધા લો…’ સુરતના તડકેશ્વર ગામની ટાંકીના કોન્ટ્રાક્ટરે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હતું! | …

'ચંદા દો.. ધંધા લો...' સુરતના તડકેશ્વર ગામની ટાંકીના કોન્ટ્રાક્ટરે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હતું! | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક વાહન અને પશુને કચડ્યા,સ્થાનિકોએ ધોલાઈ કરી પોલીસને સોંપ્યો | valsa…

વલસાડમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક વાહન અને પશુને કચડ્યા,સ્થાનિકોએ ધોલાઈ કરી પોલીસને સોંપ્યો | valsa…

6 months ago
વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

1 month ago
સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

2 months ago
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News