![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હોવાનું બજારના સૂત્રો જનાવી રહ્યા હતા. જો કે વિશ્વ બજારમાં રજાઓના માહોલ વચ્ચે ત્યાં કિંમતી ધાતુઓના ભાવ વધ્યા મથાલે શાંત રહ્યાના નિર્દેશો હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૫૦૦૦ બોલાતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૭૬થી ૪૬૭૭ ડોલર તતા ચાંદીના ભાવ ઔંસના ૭૩.૦૧થી ૭૩.૦૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના વૈશ્વિક ભાવપ ઔંસના ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૫૦૪થી ૧૫૦૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના બેરલના ૧૦૯થી ૧૧૦ ડોલર તતા યુએસ ક્રૂડના ભાવ ૧૧૧થી ૧૧૨ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ સામાન્યપણે ઉંચા રહેતાં હોય છે પરંતુ હવે બ્રેન્ટના ભાવ નીચા તથા યુએસ ક્રૂડ મૈકસના ભાવ ઉંચા જેવી સ્થિતિ સર્જાતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૦થી વધી ઉંચામાં ૧૦૦.૨૨ થઈ ૧૦૦.૧૯ છેલ્લે રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૯૨.૬૩થી વધી રૂ.૯૩ પાર કરી રૂ.૯૩.૦૨થી ૯૩.૩૦ બોલાતા થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૫૦૦ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ વધી રૂ.૨૩૪૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ભારતમાં આયાતકારો માટે સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૯૪.૨૫થી ઘટાડી રૂ.૯૩.૮૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ફેબુ્રઆરીમાં રશિયા તથા તુર્કીએ સરકારે પોતાના હસ્તકનું સોનું વેંચ્યું હતું. જ્યારે સામે પોલેન્ડ તતા ઉઝબેકિસ્તાનની સરકારે વધુ સોનાની ખરીદી કરી હતી. ચીન તથા કમ્બોડીયાએ પ્રત્યેકે ૧-૧ ટન સોનું ખરીદયું હતું.મલેશિયાએ પણ એક ટન સોનું ખરીદયું હતું. રશિયાએ છ ટન તથા તુર્કીએ ૮ ટન સોનું વેંચ્યું હતું.










