gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્વના જોખમે અમેરિકાએ મિડલ ઈસ્ટ-ઈરાન મામલે તેમના ડિપ્લોમેટ્સને પાછા બોલાવ્યાના ડેવલપમેન્ટે આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈ પાછળ આજે ભારતીય શેર બજારોમાં પણ અનેક શેરોમાં ક્રેશ લેન્ડિંગ થયું હતું. જીઓપોલિટીકલ ટેન્શન વધવા સાથે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટનાને લઈ આજે ટાટા ગુ્રપ કંપનીઓના શેરો પાછળ હેમરિંગ થયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની દુર્લભ ખનીજ-રેર અર્થની જરૂરીયાતને લઈ ચાઈના સામે ઝુંકી જઈ ટ્રેડ ડિલ કરતાં અને હવે આગામી બે અઠવાડિયામાં ફરી યુનિલેટરલ ટેરિફ નિર્ધારિત કરવાના કરેલા નિવેદને પણ ટેરિફ ટેન્શન વધતાં યુરોપ, એશીયાના બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ધોવાણ થયું હતું. કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટા ગાબડાં પડયા સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, આઈટી, રિયાલ્ટી, એફએમસીજી શેરોમાં ઓફલોડિંગ થયું હતું. સેન્સેક્સ ૮૨૩.૧૬ પોઈન્ટ તૂટીને ૮૧૬૯૧.૯૮ અને નિફટી ૫૦ સ્પોટ ૨૫૦૦૦ની સપાટી ગુમાવી ૨૫૩.૨૦ પોઈન્ટ તૂટીને ૨૪૮૮૮.૨૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૮૬ પોઈન્ટ તૂટયો : આઈનોક્સ, ટીમકેન, રેલ વિકાસ, સીજી પાવર તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડો, મહારથીઓએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. આઈનોક્સ વિન્ડ સાથે આઈનોક્સ વિન્ડ એનજીૅનું મર્જર જાહેર થતાં શેર  રૂ.૮.૩૫ તૂટીને રૂ.૧૭૬.૫૦, ટીમકેન રૂ.૧૪૯.૮૫ તૂટીને રૂ.૩૨૬૩.૫૫, રેલ વિકાસ નિગમ રૂ.૧૪.૫૦ તૂટીને રૂ.૪૧૩.૦૫, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૮૧.૮૩, સીજી પાવર રૂ.૨૦.૩૫ ઘટીને રૂ.૬૭૫.૩૦, એનબીસીસી રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૨૦.૭૦, પાવર ઈન્ડિયા રૂ.૪૭૭.૪૦ તૂટીને રૂ.૧૭,૦૩૯.૨૦, સિમેન્સ રૂ.૮૬.૪૫ ઘટીને રૂ.૩૨૬૬.૯૫, ટીટાગ્રહ રૂ.૨૨.૯૫ ઘટીને રૂ.૯૧૩.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૮૧.૨૦ ઘટીને રૂ.૩૬૦૩.૬૫,  કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૯૩૩.૮૫, હિન્દુસ્તાન યુનિવર્સલ રૂ.૮૩.૩૦ ઘટીને રૂ.૪૯૫૫.૮૫ રહ્યા હતા.બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૮૬.૪૦ પોઈન્ટ તૂટીને ૬૯૭૭૪.૫૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૮૫ પોઈન્ટ તૂટયો : કલ્યાણ જવેલર્સ, આદિત્ય બિરલા ફેશન, ટાઈટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોના હેમરિંગે બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૮૫.૫૫ પોઈન્ટ તૂટીને ૫૭૩૯૩.૫૫ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૧૬.૭૦ તૂટીને રૂ.૫૧૮.૫૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૨.૧૬ ઘટીને રૂ.૭૫.૧૭, ટાઈટન રૂ.૮૯.૨૦ ઘટીને રૂ.૩૪૫૧.૫૫, ક્રોમ્પ્ટન રૂ.૮.૮૫ ઘટીને રૂ.૩૪૩.૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૭૭.૮૦ તૂટીને રૂ.૧૪,૫૦૫.૬૫, વોલ્ટાસ રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૧૨૮૮.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૭.૩૦ ઘટીને રૂ.૪૨૮૧.૪૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૨.૪૫ ઘટીને રૂ.૧૫૫૬.૩૦ રહ્યા હતા.

ઉનો મિન્ડા રૂ.૩૩, ટાટા મોટર્સ રૂ.૨૧, એક્સાઈડ રૂ.૧૧ ગબડયા : ઓટો ઈન્ડેક્સ ૯૧૪ પોઈન્ટ તૂટયો

ચાઈનાથી રેર અર્થ સપ્લાય અટકતાં ઓટો ઉદ્યોગ પર નેગેટીવ અસરે અને દેશભરમાં હીટવેવથી ચોમાસું વિલંબમાં પડતાં વાહનોની ખરીદી પર અસરની શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે મોટી વેચવાલી કરી હતી. ઉનો મિન્ડા રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૦૭૩.૧૦, ટાટા મોટર્સ રૂ.૨૧.૨૫ તૂટીને રૂ.૭૧૫, એક્સાઈડ રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૩૯૪.૩૦, મધરસન સુમી રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૫૫.૧૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૯૮૬.૮૦, ભારત ફોર્જ રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૧૩૦૨.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૪.૪૦ ઘટીને રૂ.૩૦૧૭.૭૦, બજાજ ઓટો રૂ.૩૯૨.૦૫ ઘટીને રૂ.૩૧,૫૧૩.૪૫ રહ્યા હતા.  બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૧૩.૯૨ પોઈન્ટ તૂટીને ૫૨૪૯૫.૮૧ બંધ રહ્યો હતો.

ઈરાન ટેન્શને ઓઈલ શેરોમાં ગાબડાં : એચપીસીએલ રૂ.૨૨ તૂટી રૂ.૩૯૨ : બીપીસીએલ, ગેઈલ ઘટયા

ઈરાન ટેન્શને ક્રુડ ઓઈલ સપ્લાય પર અસરની શકયતા વચ્ચે આજે ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. એચપીસીએલ રૂ.૨૨.૪૦ તૂટીને રૂ.૩૯૨.૩૦, બીપીસીએલ રૂ.૧૫.૨૦ ઘટીને રૂ.૩૧૮.૭૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૯૦ ઘટીને રૂ.૧૯૨.૨૦, અદાણી ટોટલ ગેસ રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૬૭૧.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૮૫ ઘટીને રૂ.૩૦૩.૬૦, રિલાયનસ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૧૪૩૯.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૮૬.૮૫ પોઈન્ટ તૂટીને ૨૭૩૧૬.૬૭ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં સતત વેચવાલી : પેટીએમ રૂ.૬૫, ક્રિસિલ રૂ.૩૧૫, કેર રેટિંગ રૂ.૮૯ તૂટયા 

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે સતત વેચવાલી કરી હતી. એક્સિસ બેંક રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૧૨૧૨.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૩૦ ઘટીને રૂ.૮૦૫.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૨૧૨૬ રહ્યા હતા.   પેટીએમ રૂ.૬૫.૦૫ તૂટીને રૂ.૮૯૫.૧૫, ક્રિસિલ રૂ.૩૧૫.૫૫ તૂટીને રૂ.૫૫૨૯.૪૫,હુડકો રૂ.૮.૨૫ ઘટીને રૂ.૨૩૦.૬૦  રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૨૦.૫૭ પોઈન્ટ તૂટીને ૬૩૨૦૯.૯૫ બંધ રહ્યો હતો.

ચાઈના-અમેરિકાની ટ્રેડ ડિલ : ભારત માટે પડકાર : મેટલ શેરો ઘટયા : એપીએલ અપોલો, સેઈલ ઘટયા

ચાઈના અને અમેરિકાની ટ્રેડ ડિલ થતાં ભારત માટે એકંદર ડિસએડવાન્ટેજને લઈ આજે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થઈ હતી. એપીએલ અપોલો રૂ.૪૮.૨૦ ઘટીને રૂ.૧૮૩૬.૮૦, સેઈલ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૨૯.૯૦, કોલ ઈન્ડિયા રૂ.૯.૬૦ ઘટીને રૂ.૩૯૨.૬૦, ટાટા સ્ટીલ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૫૨.૮૫, વેદાન્તા રૂ.૮.૧૦ ઘટીને રૂ.૪૬૦.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૧૪.૪૫ પોઈન્ટ ગબડીને ૩૦૯૯૮.૬૧ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં વેચવાલી વધી : મેપમાય ઈન્ડિયા રૂ.૧૮૩ તૂટયો : નેટવેબ, ક્વિક હિલ, ટાટા ટેકનો ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. મેપમાય ઈન્ડિયા રૂ.૧૮૩ તૂટીને રૂ.૧૭૬૮.૭૫, નેટવેબ રૂ.૭૫.૬૫ ઘટીને રૂ.૧૮૦૫.૯૫, ક્વિક હિલ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૩૫૨.૧૦, બીએલએસઈ રૂ.૮.૨૦ ઘટીને રૂ.૨૧૭.૩૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૪૧૫.૦૫, ટાટા ટેકનોલોજી રૂ.૨૧.૮૫ ઘટીને રૂ.૭૬૩ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૯૭ પોઈન્ટ ઘટીને ૩૭૮૭૨.૮૯ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફંડોનું સેલિંગ : અનંતરાજ, ફિનિક્સ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ ઘટયા

રિયાલ્ટી શેરોમાં પણ ફંડોનું સેલિંગ થતાં બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૬૫.૨૩ પોઈન્ટ ઘટીને ૭૮૧૦.૬૭ બંધ રહ્યો હતો.  અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮ ઘટીને રૂ.૫૫૬.૯૦, ફિનિક્સ લિમિટેડ રૂ.૪૭.૩૫ ઘટીને રૂ.૧૬૦૨.૦૫, ડીએલએફ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૮૪૭.૭૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૭.૪૦ ઘટીને રૂ.૨૩૮૯.૭૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૬ ઘટીને રૂ.૧૨૧૦.૨૦, શોભા ડેવલપર્સ રૂ.૩૨.૧૦ ઘટીને રૂ.૧૫૮૧.૮૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૧૪૪૯.૧૦, પ્રેસ્ટિજ રૂ.૨૫.૩૫ ઘટીને રૂ.૧૬૩૯.૫૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ઓફલોડિંગે માર્કેટબ્રેડથ ખરાબ : ૨૭૮૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ જવા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૦૮થી ઘટીને ૧૨૨૬  અને ઘટનારની સંખ્યા ૧૮૫૬થી વધીને ૨૭૮૦ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૯૯ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૪૯.૫૮ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે અનેક શેરોના ભાવો તૂટતાં  રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૫.૯૯ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૯.૫૮ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૩૮૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૯૩૯૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૩૮૩૧.૪૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૬૫૬.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૮૮.૧૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૯૩૯૩.૮૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૧,૩૮૬.૨૬કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૯૨.૪૧ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
Next Post
કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol…

કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા | mcx gol...

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ...

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000…

ચાંદી ઉછળીને રૂ.1,65,000 : ચાર દિવસમાં રૂ.9000 વધ્યા : સોનું ઉંચકાયું | Silver surges to Rs 1 65 000…

4 months ago
છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

2 weeks ago
જામનગરમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ અને વિજ તંત્રનું સરપ્રાઈઝ ચેકિંગ : પાંચ મકાનમાંથી…

જામનગરમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ અને વિજ તંત્રનું સરપ્રાઈઝ ચેકિંગ : પાંચ મકાનમાંથી…

8 months ago
પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News