અમદાવાદ, રવિવાર
શહેર શીવરંજની ચાર રસ્તા પાસે કેસી હોલીડેઝના નામે ઓફિસ શરૂ કરીને ગઠીયા કિરણ ચૌહાણ અને તેના સાગરિતોએ ટુર પેકેજ અને વિઝાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી કિરણ ચૌહાણ રાજનેતાઓ સાથે ફોટો અને એવોર્ડ બતાવીને લોકોને વિશ્વાસમાં લઇને ટુર પેકેજ અને વિઝાનું કામ લઇને નાણાં પડાવવાની આબાદ છેતરપિંડી આચરતો હતો. તેણે અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ તેણે એજન્ટોની મદદથી અનેક લોકો સાથે છેતરપિડી આચરી હતી. ત્યારે વધુ ગુના નોંધાવાની સાથે અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.
કિરણ ચૌહાણ અને તેની પત્ની પારૂલ ચૌહાણે શીવરંજની ચાર રસ્તા પાસે કે સી ગુ્રપ ઓફ મેનેજમેન્ટ કંપની હેઠળ કે સી હોલીડેઝની ઓફિસ શરૂ કરીને દુબઇ અને અન્ય દેશોના પ્રવાસના પેકેજ વિઝા સહિતની સુવિદ્યાઓ ઓફર કરીને ગ્રાહકો પાસેથી બુકીંગના નામે કરોડો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. આ કેસમા ંસેટેલાઇટ પોલીસને તેની ઓફિસમાં તપાસ કરતા અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા. જેમાં વિઝા કૌભાંડને લગતી વિગતો મળી છે. કિરણ ચૌહાણે માત્ર અમદાવાદમાં જ નહી પણ રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા અને ગાંધીનગર સહિતના શહેરોમાં એજન્ટોની નિમણૂંક કરીને લાખો રૂપિયા એકઠા કર્યા હતા.ત્યારે કિરણ ચૌહાણ અને તેના એજન્ટો વિરૂદ્ધ અન્ય શહેરોમાં પણ પોલીસ કાર્યવાહી થઇ શકે છે.
કે સી હોલીડેઝની ઓફિસમાં કિરણ ચૌહાણ રાજનેતાઓ સાથેના તેના ફોટોગ્રાફ્સ અને એવોર્ડ બતાવીને ગ્રાહકોને આબાદ રીતે પોતાની જાળમાં ફસાવતો હતો. મોટાભાગના ગ્રાહકો તેના ગૃહમંત્રી, અન્ય ધારાસભ્યો અને રાજકીય નેતાઓ સાથેના ફોટો જોઇને પ્રભાવિત થતા હતા. બીજી તરફ આ કેસમાં રવિવારે પણ કે સી હોલીડેઝના સંચાલકથી ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરતા છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે. સાથેસા










