gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો…: દિગ્ગજ નેતા લાવ્યા બ…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો…: દિગ્ગજ નેતા લાવ્યા બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Private Member Bill: કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીએ સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્વતંત્રતા માટે એક મહત્ત્વપૂર્ણ લડાઈ શરૂ કરી છે. તેમણે લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ(Private Member Bill) રજૂ કર્યું છે, જેમાં સારા કાયદાઓ બનાવવા માટે સાંસદોને પાર્ટીના વ્હીપ(આદેશ)ની પકડમાંથી મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ્ય છે કે સાંસદોને સામાન્ય ખરડા પર સ્વતંત્ર રીતે મતદાન કરવાની છૂટ મળવી જોઈએ.

પ્રાથમિકતા કોની: મતદારની કે વ્હીપની?

શુક્રવારે દલબદલ વિરોધી કાયદા(Anti-Defection Law)માં સુધારો કરવા માટે આ બિન-સરકારી બિલ રજૂ કરતી વખતે મનીષ તિવારીએ એક મોટો સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આ બિલનો હેતુ એ શોધવાનો છે કે લોકશાહીમાં પ્રાથમિકતા કોની હોવી જોઈએ-તે મતદારની, જે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે કલાકો સુધી તડકામાં ઊભો રહે છે, કે પછી તે રાજનીતિની, જેના વ્હીપનું પાલન કરવા માટે પ્રતિનિધિ મજબૂર થઈ જાય છે?’

વ્હીપની ગુલામીમાંથી મુક્તિની માંગ

મનીષ તિવારીએ આ પહેલા પણ 2010 અને 2021માં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ સંસદ સભ્યોને અવિશ્વાસ અને વિશ્વાસ પ્રસ્તાવો, મુલતવી રાખવાનો પ્રસ્તાવ, નાણાકીય બિલ અને અન્ય નાણાકીય બાબતો જેવા સરકારની સ્થિરતા સાથે જોડાયેલા ખરડાને બાદ કરતાં અન્ય ખરડા પર સ્વતંત્ર રીતે મતદાન કરવાની સ્વતંત્રતા આપવાનો છે. 

તિવારીએ જણાવ્યું કે, ‘આ બિલ એ હેતુથી રજૂ કરવામાં આવ્યું છે કે સાંસદોને પોતાની વિવેકબુદ્ધિ, પોતાના મતવિસ્તારના લોકો અને સામાન્ય સમજણના આધારે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. એક ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાની પાર્ટીના વ્હીપનું પાલન કરવાને બદલે મતવિસ્તારના લોકોના હિસાબે કામ કરવું જોઈએ. પાર્ટીના વ્હીપના કારણે પ્રતિનિધિનું કોઈ મહત્ત્વ રહેતું નથી. આથી તેને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે વિચારવાનો અને કામ કરવાનો અધિકાર મળવો જોઈએ.’

10મી અનુસૂચિમાં સંશોધન(Amendment) માટે અપીલ

હાલમાં, જો કોઈ સાંસદ નાના-મોટા કોઈપણ બિલ પર પાર્ટીના ‘વ્હીપ’ વિરુદ્ધ વોટ આપે, તો તેનું સંસદ સભ્યપદ જતું રહે છે. આનાથી સાંસદને કોઈ પણ બાબતમાં પોતાના વિચાર રજૂ કરવાની આઝાદી મળતી નથી.

આ પણ વાંચો: આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે

પરંતુ આ નવા રજૂ કરવામાં આવેલા ખરડા અનુસાર સાંસદનું સભ્યપદ માત્ર ‘ગંભીર’ અને સરકારની સ્થિરતાને અસર કરતા મુદ્દાઓ પર જ વ્હીપ તોડવા બદલ રદ થવું જોઈએ. એટલે કે સભ્યપદ રદ થવાનું જોખમ માત્ર નીચેના પાંચ મુદ્દાઓ પૂરતું સીમિત હોવું જોઈએ…

1. વિશ્વાસ પ્રસ્તાવ(Confidence Motion)

2. અવિશ્વાસ પ્રસ્તાવ(No-Confidence Motion)

3. મુલતવી રાખવાનો પ્રસ્તાવ(Adjournment Motion)

4. નાણાકીય બિલ(Money Bill)

5. નાણાકીય બાબતો

આનો અર્થ એ છે કે, જો સરકાર પાડવાની કે બચાવવાની વાત હોય, તો જ સાંસદે પાર્ટી સાથે રહેવું ફરજિયાત છે.

પક્ષ માટે સૂચના જાહેર કરવાનો નિયમ

આ બિલમાં એક બીજો નિયમ પણ સૂચવવામાં આવ્યો છે, જેમાં જો કોઈ રાજકીય પક્ષ ઉપર જણાવેલ પાંચ ગંભીર મુદ્દાઓમાંથી કોઈ એક પર તેના સાંસદો માટે નિર્દેશ(વ્હીપ) જાહેર કરે, તો પક્ષે શક્ય તેટલી વહેલી તકે તેની જાણકારી લોકસભા અધ્યક્ષ(Speaker) કે રાજ્યસભાના સભાપતિ(Chairman)ને આપી દેવી જોઈએ.

ટૂંકમાં, આ બિલ સાંસદોને સામાન્ય કાયદાઓ પર સ્વતંત્ર રીતે વોટ આપવાની આઝાદી આપવા માંગે છે, જેથી તેઓ મતદારના હિતમાં નિર્ણય લઈ શકે, નહીં કે માત્ર પાર્ટીના દબાણ હેઠળ.

આ પણ વાંચો: નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત

બિલમાં શું કહેવામાં આવ્યું છે?

બિલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યારે કોઈ પક્ષ ‘ગંભીર’ મુદ્દાઓ પર વ્હીપ વિશે ગૃહના સભાપતિ કે અધ્યક્ષને જાણ કરે, ત્યારે તેમણે ખાસ કરીને એ પણ જણાવવું પડશે કે જો કોઈ સાંસદ આ આદેશ નહીં માને, તો તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. જોકે, આ પછી પણ સાંસદને એક અધિકાર મળશે, જેમાં સભ્યપદ ગુમાવવાની જાહેરાત થયાના 15 દિવસની અંદર તે સભાપતિ કે અધ્યક્ષ સમક્ષ અપીલ કરી શકશે. આ અપીલ પર સભાપતિ/અધ્યક્ષે 60 દિવસમાં નિર્ણય લેવો પડશે. મનીષ તિવારીના મતે, આ બિલના હેતુ બે છે: સરકારની સ્થિરતા જળવાઈ રહે અને સાથે જ સાંસદો-ધારાસભ્યોને કાયદાકીય નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી રહે.

કોંગ્રેસના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો...: દિગ્ગજ નેતા લાવ્યા બિલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t...

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash...

અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઈટ્સ રદ | ahmedabad gujarat flight …

અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઈટ્સ રદ | ahmedabad gujarat flight ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

8 months ago
‘અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist…

‘અમે RBI ઑફિસર છીએ, રોકડા જમા કરો’, બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઇલમાં રૂ. 7 કરોડની લૂંટ | Bengaluru Heist…

4 months ago
પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks …

પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks …

4 weeks ago
લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News