gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે.

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં યુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે તેવી ખાતરી આપી હતી.

કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટિમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ  ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG  વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…
GUJARAT

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

April 11, 2026
ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…
GUJARAT

ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti…

April 11, 2026
વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak…
GUJARAT

વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા | Iwe ewe mwän chinnap a pöüt seni 24 40 lak…

April 11, 2026
Next Post
સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |…

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |...

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા…’ | …

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા...’ | ...

‘ભારત પાસે 24 દિવસનો કોલસાનો સ્ટોક’, જાણો સરકારે પેટ્રોલ-ડીઝલ અને LPG અંગે શું કહ્યું | us iran Ceas…

'ભારત પાસે 24 દિવસનો કોલસાનો સ્ટોક', જાણો સરકારે પેટ્રોલ-ડીઝલ અને LPG અંગે શું કહ્યું | us iran Ceas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં ભ્રષ્ટાચારની ખૂલી પોલ! પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયો નવો નક્કોર રેલવે ઓવર બ્રિજ | panchmahal…

પંચમહાલમાં ભ્રષ્ટાચારની ખૂલી પોલ! પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયો નવો નક્કોર રેલવે ઓવર બ્રિજ | panchmahal…

7 months ago
બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

5 months ago
સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

7 months ago

President Joko “Jokowi” Widodo Refuses to Sign MD3 Law

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News