gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2025
in Business
0 0
0
ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897 | Global markets engulfed in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-ઈઝરાયેલ યુદ્વમાં હવે અમેરિકાએ ઝુંકાવીને ઈરાનના ત્રણ ન્યુક્લિયર મથકોને ઉડાવ્યાના સ્ફોટ્ક ડેવલપમેન્ટને લઈ ઈરાનની અમેરિકા સહિતના દેશોને જવાબી હુમલાની ચેતવણીને લઈ મિડલ ઈસ્ટમાં આ યુદ્વ ફેલાવાના જોખમે ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થવા સાથે આજે વૈશ્વિક બજારાધરાશાયી થયા હતા. ઈરાને વિશ્વના અનેક ભાગોને ક્રુડ ઓઈલ સહિતના દરિયાઈ માર્ગે વહનની હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરવાનો નિર્ણય સંસદે લેતાં આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ વધીને પાંચ મહિનાની ટોચે પહોંચતાં વૈશ્વિક શેર બજારોમાં પીછેહઠની સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે આરંભિક મોટા આંચકા આવ્યા હતા. આઈટી, ઓટોમોબાઈલ શેરો સહિતમાં ઓફલોડિંગે સેન્સેક્સ આરંભિક કડાકામાં ૯૩૧.૪૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૮૧૪૭૬.૭૬ સુધી આવ્યા બાદ ઘટાડે ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ  શેરોમાં રિકવરીએ અડધો અડધ ઘટાડો પચાવી અંતે ૫૧૧.૩૮ પોઈન્ટ ઘટીને ૮૧૮૯૬.૭૯ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૮૨૪.૮૫ સુધી ખાબકી અંતે ૧૪૦.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪૯૭૧.૯૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળીને ૮૧.૪૦ની બ્રેન્ટ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છેલ્લે સાંજે બ્રેન્ટ ક્રુડ ૭૭.૧૧ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૩.૯૧ ડોલર નજીક રહ્યા હતા.

ઈન્ફોસીસ રૂ.૩૭, ઓરેકલ રૂ.૨૩૭, એચસીએલ રૂ.૩૬, ડિલિન્ક રૂ.૨૪ : આઈટી ઈન્ડેક્સ ૫૫૮ તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે સૌથી વધુ હેમરિંગ થયું હતું. ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૩.૮૦ તૂટીને રૂ.૫૧૯.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૩૭.૩૫ તૂટીને રૂ.૯૧૫૮.૦૫, ઈન્ફોસીસ રૂ.૩૭.૧૫ ઘટીને રૂ.૧૫૮૪.૭૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૬૨૮.૫૦,  એચસીએલ ટેકનોલોજી રૂ.૩૬.૫૦ ઘટીને રૂ.૧૭૦૩.૨૫, વિપ્રો રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૬૩.૧૦, ટીસીએસ રૂ.૪૦.૯૫ ઘટીને રૂ.૩૩૯૩.૪૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૬૪૫.૦૫, ઝેનસાર રૂ.૯.૪૦ ઘટીને રૂ.૮૩૭.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૫૭.૬૬ પોઈન્ટ ગબડીને ૩૭૬૧૩.૯૪ બંધ રહ્યો હતો.

ક્રુડના ભડકાએ ઓટો શેરોમાં ફંડો વેચવાલ : બોશ રૂ.૭૩૬, હીરો મોટોકોર્પ રૂ.૮૮, મહિન્દ્રા રૂ.૫૧ તૂટયા

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઉછળતાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં ભડકો થવાના એંધાણે ઓટોમોબાઈલ ઉદ્યોગ પર માઠી અસર થવાની શકયતાએ ઓટો શેરોમાં આજે ફંડો વેચવાલ રહ્યા હતા. બોશ રૂ.૭૩૬.૩૫ તૂટીને રૂ.૩૧,૫૫૯.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૮૭.૮૦ તૂટીને રૂ.૪૨૫૨.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૫.૪૦ ઘટીને રૂ.૨૮૬૯.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૩૧૩૧.૭૫, બજાજ ઓટો રૂ.૮૭.૦૫ ઘટીને રૂ.૮૨૮૨.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૬.૧૫ ઘટીને રૂ.૧૨,૬૯૦, ટાટા મોટર્સ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૬૭૧.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૬૬.૯૦ પોઈન્ટ તૂટીને ૫૨૪૬૭.૪૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૯ ઉછળ્યો : કેઈઆઈ રૂ.૧૮૮, ઝેનટેક રૂ.૯૫, પોલીકેબ રૂ.૨૯૧ ઉછળ્યા

ઘટાડે કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. કેઈઆઈ રૂ.૧૮૮.૫૦ વધીને રૂ.૩૭૬૨, ઝેનટેક રૂ.૯૫ વધીને રૂ.૧૯૯૫.૩૦, પોલીકેબ રૂ.૨૯૦.૮૫ વધીને રૂ.૬૨૯૧.૦૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૫૩૪.૮૦, જયોતી સીએનસી રૂ.૪૨.૮૫ વધીને રૂ.૧૧૩૭, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૪૨૦.૯૦, મઝગાંવ ડોક રૂ.૮૪.૧૫ વધીને રૂ.૩૩૪૨.૬૦, કોચીન શીપ રૂ.૪૯.૮૫ વધીને રૂ.૨૨૩૧.૦૫, થર્મેક્સ રૂ.૬૪.૦૫ વધીને રૂ.૩૪૮૩.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૭૧.૫૦ વધીને રૂ.૧૬,૧૯૯.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૯.૦૨ પોઈન્ટ ઉછળીને ૭૦૯૦૩.૩૮ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : જિન્દાલ સ્ટેનલેસ, લોઈડ્સ મેટલ, નાલ્કો, હિન્દાલ્કોમાં આકર્ષણ

મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી થતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૪.૮૯ પોઈન્ટ વધીને ૩૦૬૧૬.૪૪ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૬૮૭.૧૦, લોઈડ્સ મેટલ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૧૫૦૩.૫૦, નાલ્કો રૂ.૪.૧૦ વધીને રૂ.૧૮૮.૩૦, હિન્દાલ્કો રૂ.૧૨.૬૫ વધીને રૂ.૬૬૧.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૧.૦૫ વધીને રૂ.૯૧૧, એપીએલ અપોલો રૂ.૧૭.૬૫ વધીને રૂ.૧૭૯૦.૫૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૨૪૭૧.૪૦ રહ્યા હતા.

કન્ઝયુમર શેરોમાં વ્હર્લપુલ રૂ.૫૭, ડિક્સન રૂ.૪૭૪, બર્જર પેઈન્ટસ રૂ.૧૬, અંબર રૂ.૧૫૯ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૫૬.૯૫ વધીને રૂ.૧૪૦૫.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૭૪.૫૦ વધીને રૂ.૧૪,૫૩૦, બર્જર પેઈન્ટસ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૫૫૩.૧૫, અંબર રૂ.૧૫૮.૮૫ વધીને રૂ.૬૬૭૪.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૭.૧૫ વધીને રૂ.૧૫૬૨.૮૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૬૫ વધીને રૂ.૩૪૬.૮૦ રહ્યા હતા.

ક્રુડના ભાવ વધ્યા છતાં ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી : અદાણી ટોટલ, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળા છતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૧૨ વધીને રૂ.૬૨૯.૬૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૯૫ વધીને રૂ.૪૭૩.૫૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૯૫ વધીને રૂ.૧૮૪.૭૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૨૦ વધીને રૂ.૧૩૯.૮૫, એચપીસીએલ રૂ.૧.૩૦ વધીને રૂ.૩૯૩.૩૦ રહ્યા હતા.

એસએમએસ ગ્લોબલ, પૂનાવાલા ફિન, ઈક્વિટાસ, એન્જલ વન, કેફિનટેક, નોર્થન આર્ક વધ્યા

ફાઈનાન્સ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. નોર્થન આર્ક રૂ.૧૭.૨૫ વધીને રૂ.૨૨૫.૪૫, એસએમએસ ગ્લોબલ રૂ.૭.૯૫ વધીને રૂ.૧૪૫.૮૦, પૂનાવાલા ફિન રૂ.૨૨.૨૫ વધીને રૂ.૪૩૭.૫૫, ઈક્વિટાસ સ્મોલ બેંક રૂ.૩.૨૩ વધીને રૂ.૬૭.૬૭, એન્જલ વન રૂ.૧૦૬.૨૫ વધીને રૂ.૨૯૩૪.૪૫, આઈએફસીઆઈ રૂ.૧.૮૨ વધીને રૂ.૬૧.૭૫, ડેમ કેપિટલ રૂ.૭ વધીને રૂ.૨૫૬.૯૦, એમસીએક્સ રૂ.૨૦૧.૯૦ વધીને રૂ.૮૨૯૪.૮૫, નુવામા રૂ.૧૬૮.૬૦ વધીને રૂ.૭૦૭૦, હુડકો રૂ.૪.૮૦ વધીને રૂ.૨૩૨.૦૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં આરંભિક આંચકા બાદ ખેલંદાઓ, ફંડોની ખરીદી : ૧૮૫૪ પોઝિટીવ બંધ

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વકરતાં આજે ખુલતાં બજારે કડાકા બાદ  ખેલંદાઓ, ફંડો, મહારથીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૪  અને ઘટનારની સંખ્યા ૨૨૦૪ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૨ હજાર કરોડ વધીને રૂ.૪૪૭.૮૨ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટી બેઝડ આંચકા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧૨ હજાર કરોડ વધીને રૂ.૪૪૭.૮૨  લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૧૮૭૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૫૯૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૧૮૭૪.૩૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૮૫૭૦.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૪૪.૪૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૫૯૧.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૪૯૯.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૯૦૭.૫૦ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…
Business

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

March 31, 2026
Next Post
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955...

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go...

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની મુલાકાત લેતું બ્રિક્સ દેશોનું પ્રતિનિધિમંડળ | BRICS delega…

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની મુલાકાત લેતું બ્રિક્સ દેશોનું પ્રતિનિધિમંડળ | BRICS delega…

6 months ago
અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

5 months ago
કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

3 weeks ago
વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News