gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે હવે શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે. આ દરમિયાન ત્રણ સિસ્ટમ સક્રિય બનવાથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે(18 ફેબ્રુઆરી, 2026) ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. 

ત્રિપલ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ—સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ સિસ્ટમોની અસર હેઠળ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેવામાં આજે બુધવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ 2 - image

અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા

હવામાન વિભાગ(IMD)ની આગાહી મુજબ, હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, આ ફેરફારથી ઠંડી વધવાની કોઈ જ શક્યતા નથી.

IMDના ડાયરેક્ટરે શું કહ્યું?

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની ગતિ તેજ રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પરંતુ 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી સાત દિવસ સુધી રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે.

વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં અન્ય ફેરફારો પણ જોવા મળશે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવનોની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ઠંડકનો અનુભવ થઈ શકે છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સૂર્યપ્રકાશ ઓછો રહેશે અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. ખાસ કરીને સરહદી અને પર્વતીય વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓમાં પવનની તીવ્રતા વધુ રહેવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

જુઓ કયાં જિલ્લામાં કેટલું તાપમાન?

આજે(18 ફેબ્રુઆરી, 2026) અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. અમરેલી 15, રાજકોટ 15.2, નલિયા 15.5, ભુજ 17.2, ગાંધીનગર 18.5, અમદાવાદ 19.2, સુરત 19.2 અને વડોદરામાં 19.4 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર

માવઠાની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ છે. જેમાં કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાનની શક્યતા છે, ત્યારે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખૂલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri…
GUJARAT

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો | Youth caught betting online on IPL cri…

April 5, 2026
નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
Next Post
વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ…

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ : બિલ્ડરો-બાંધકામ પરવાનગી વિભાગની મિલીભગતથી મ્યુનિ. કોર્પોરેશનને આ...

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu…

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા... ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu...

હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો | guja…

હવે અંબાજીમાં બનશે ભવ્ય કોરિડોર, દાહોદને મળશે નવું એરપોર્ટ; જાણો પ્રવાસન માટેની મોટી જાહેરાતો | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી

8 months ago
મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

9 months ago
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

6 months ago
રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News