gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ; ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવાના હેતુથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ મંથન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના શુભારંભ સત્ર દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીના હસ્તે ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના કુલ રૂ. ૨૬૫.૩૦ કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેની વિગતો નીચે મુજબ છે:

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૪૦ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઇથેનોલ ડીસ્ટીલરી પ્લાન્ટનું લોકાર્પણ

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ૩૦ મેગાવોટ પાવર કો-જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા રૂ. ૮ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે નવનિર્મિત ઓર્ગેનિક પોટાસ પ્લાન્ટનું લોકાર્પણ

અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. ૪૦ કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વેરહાઉસનું લોકાર્પણ

અમૂલ (ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે આણંદના ખાત્રજ ખાતે નવનિર્મિત વ્હે પ્રોટીન કન્સન્ટ્રેશન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

અમરેલીની સાવરકુંડલા APMC ખાતે રૂ. ૩.૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત

પાટણ APMC ખાતે રૂ. ૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મોટા કદના વેરહાઉસનું ખાતમુહૂર્ત

આ બેઠકના શુભારંભ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પધ્ધતિઓ અને “આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫” પરના એક વિશેષ અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.

મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની ૨૦ જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ આ પ્રદર્શનીનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રદર્શનમાં NDDB, અમૂલ, ઇફકો અને બનાસ ડેરી જેવી સંસ્થાઓએ પોતાની અત્યાધુનિક સેવાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ, NFDB, NCEL, BBSSL અને NCOL જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ સહિત કુલ ૭૮ જેટલા પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મહાત્મા મંદિર ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સહકારી માળખાને વધુ મજબૂત કરી, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત મંત્રીશ્રીઓએ ટેકનોલોજીના ઉપયોગ અને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અંગે દિવસ દરમિયાન વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…
GUJARAT

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

April 5, 2026
Next Post
કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’…

કેન્દ્રીયમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’ અને ‘નિયોનેટલ વેન્ટિલેટર’...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન...

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

4 months ago
VIDEO : યુપીમાં રામ મંદિર બાદ હવે બિહારમાં રૂ.882 કરોડના ખર્ચે બનાવાશે ભવ્ય જાનકી મંદિર, જાણો ખાસિયત…

VIDEO : યુપીમાં રામ મંદિર બાદ હવે બિહારમાં રૂ.882 કરોડના ખર્ચે બનાવાશે ભવ્ય જાનકી મંદિર, જાણો ખાસિયત…

8 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

22 hours ago
કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News