![]()
Gandhinagar News: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની એક દુઃખદ ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર SOG ખાતે પીસી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ રવિવારે મોડી રાત્રે તેમના વતન ખાતે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ચોંકાવનારી ઘટના પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. નરેન્દ્રસિંહ ચાવડાએ કયા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.










