gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Una Fake B.ed College: ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.

આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.

બોગસ બીએડ કોલેજોના ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ

છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્પદ બીએડ કોલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો, જેના કારણે અનેક કોલેજોની મંજૂરી પણ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉનાના ભાચા ગામની વી.બી. નાંડોળા બીએડ કોલેજ બોગસ હોવાના ગંભીર આરોપો વચ્ચે આરટીઆઈ(RTI) અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.

NCTEનો ચોંકાવનારો ખુલાસો

આરટીઆઈના જવાબના આધારે કોલેજ પાસે રહેલા મંજૂરીના પત્રો સાચા છે કે ખોટા, તેની એનસીટીઈ(NCTE)માં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલી માહિતીના આધારે એનસીટીઈએ ચોંકાવનારો ખુલાસો કરતા સ્પષ્ટતા કરી છે કે, ‘તારીખ 05-06-2023 અને તારીખ 25-07-2025ના રોજ અમે કોઈ પત્ર લખ્યો નથી કે આવી કોઈ મંજૂરી પણ આપેલી નથી.’ આ ઘટસ્ફોટ બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ચૂક્યા છે અને જેમને ડિગ્રી એનાયત થઈ ગઈ છે, તેમનું ભવિષ્ય હવે શું?

માન્યતા વગર જ ધમધમતો અભ્યાસ

વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ કોલેજ પાસે NCTEની કોઈ માન્યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ કોલેજની પરીક્ષા લેવામાં આવી હતી. એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે જ્યારે કોલેજ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને વિદ્યાર્થીઓના ભાવિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

અધિકારીઓના નામે નકલી પત્રો તૈયાર કરાયા

NCTEના લેટરપેડનો દુરુપયોગ કરીને તારીખ 05-06-2023ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગરને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વર્ષ 2023-24 માટે વી.બી. નાંડોળા બીએડ કોલેજને 100 વિદ્યાર્થીઓની મંજૂરી મળી હોવાનું દર્શાવી, તેમાં NCTEના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. મિતુ ભારતીની બોગસ સહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

ત્યારબાદ, વધુ એક કૌભાંડ આચરતા NCTEના જ લેટરપેડ પર તારીખ 25-07-2025ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સંબોધીને બીજો પત્ર લખાયો હતો. આ પત્રમાં વર્ષ 2023-24ની મંજૂરીનો ઉલ્લેખ કરી, વર્ષ 2025-26માં જો વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પત્રમાં રિજનલ ડાયરેક્ટર મુકેશકુમારની નકલી સહીનો ઉપયોગ કરીને યુનિવર્સિટીને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે.

પત્રની ખરાઈ કરવા યુનિ.એ પત્ર લખ્યો પણ ત્યાં ન પહોંચ્યો

જ્યારે આ સમગ્ર વિવાદ ચાલતો હતો, ત્યારે તેને શાંત પાડવા માટે યુનિવર્સિટીના તત્કાલીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મયંક સોની દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, 05-06-2023નો મંજૂરી પત્ર સાચો છે કે ખોટો તેની ખરાઈ કરવા માટે 06-02-2024ના રોજ NCTEને પત્ર લખવામાં આવ્યો છે.

જોકે, આ મામલે પણ ચોંકાવનારો વળાંક આવ્યો છે. RTI અંતર્ગત જ્યારે NCTE પાસે પૂછપરછ કરવામાં આવી કે શું તેમને નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આવો કોઈ પત્ર મળ્યો છે? તેના જવાબમાં NCTEએ સ્પષ્ટ જણાવ્યું કે, તેમને આવો કોઈ જ પત્ર મળ્યો નથી. આમ, યુનિવર્સિટી દ્વારા તપાસના નામે માત્ર સ્થાનિક કક્ષાએ ખોટી માહિતી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હોય તેવું જણાય છે.

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…
GUJARAT

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

April 12, 2026
એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…
GUJARAT

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

April 12, 2026
ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…
GUJARAT

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

April 12, 2026
Next Post
ગુજરાત સરકારે ફરી કરી ‘ફરિયાદ’, કહ્યું – સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું માન જળવાતું નથી… | gujarat…

ગુજરાત સરકારે ફરી કરી 'ફરિયાદ', કહ્યું - સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું માન જળવાતું નથી... | gujarat...

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office...

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board …

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે…

5 months ago
સૌરાષ્ટ્રમાં ‘ગણપતિ બાપા મોરિયા..’ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ | Grand Ganeshotsav begins in…

સૌરાષ્ટ્રમાં ‘ગણપતિ બાપા મોરિયા..’ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ | Grand Ganeshotsav begins in…

8 months ago
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

1 month ago
ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News