gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો …

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat University Student Self-destruction Case : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી, 2026) રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મહેશ્વરી ખાચરના મોત પાછળ કોઈ ગુનાહિત કાવતરું કે સંડોવણી હોવાની શક્યતા તપાસકર્તાએ નકારી કાઢી છે, પરંતુ હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

એન.એસ.એસ. કેમ્પ દરમિયાન બની ઘટના

મૂળ બોટાદની વતની અને રાણીપ વિસ્તારમાં રહેતી મહેશ્વરી ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત નેશનલ સર્વિસ સ્કીમ(NSS)ના કેમ્પમાં ભાગ લેવા આવી હતી. મહેશ્વરી એનઆરઆઈ હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. શુક્રવારે બપોરે 3:30 વાગ્યે તે કાર્યક્રમમાંથી નીકળી હતી, પરંતુ સાંજે 5 વાગ્યે મહેમાનોને રિસીવ કરવા એરપોર્ટ જવાનું હોવા છતાં તે પરત ન ફરતા તેની શોધખોળ કરાઈ હતી. જેમાં ગેસ્ટ હાઉસના રૂમમાં જોતા મહેશ્વરી બારી પાસે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સુસાઈડ નોટ ન મળતા રહસ્ય ઘેરાયું

ઘટનાની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ અને FSLની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે ભેદી મોત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં આ આપઘાતનો જ કિસ્સો છે. હવે અમે એ જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ કે મહેશ્વરીને આ અંતિમ પગલું ભરવા માટે કોણે મજબૂર કરી હતી.”

આઈફોન ખોલશે મોતનું રહસ્ય?

પોલીસે મહેશ્વરીના મિત્રોની પૂછપરછ કરી છે, પરંતુ કોઈ નક્કર કડી મળી નથી. મહેશ્વરી પાસે તેનો ‘આઈફોન’ હતો જે અત્યારે લોક છે. પોલીસે આ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસને આશા છે કે કોલ રેકોર્ડ્સ, મેસેજીસ કે અન્ય ડિજિટલ ડેટા પરથી કોઈ મોટું કારણ બહાર આવી શકે છે.

આ પણ વાંચો: ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ટેબલ

પરિવારના નિવેદનની રાહ

મહેશ્વરી ઘટનાના એક દિવસ પહેલા જ પોતાના વતન બોટાદથી પરત આવી હતી. પોલીસને શંકા છે કે વતનમાં વિતાવેલા સમય દરમિયાન અથવા પરત આવ્યા બાદ કોઈ એવી ઘટના બની હોઈ શકે જેના કારણે તે તણાવમાં હતી. હાલમાં શોકાતુર પરિવાર મૃતક દીકરીના અંતિમ સંસ્કાર માટે વતન રવાના થયો હોવાથી પોલીસે અત્યારે તેમની પૂછપરછ કરવાનું ટાળ્યું છે. થોડા દિવસો બાદ પરિવારના નિવેદન નોંધ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ...

પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

પંચમહાલ: શહેરાના ભુરખલમાં 'DJ યુદ્ધ' ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po...

‘માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો…’, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra…

'માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો...', રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત | Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …

8 months ago
મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

6 months ago
વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

વારસિયાના વેપારીના નામે 30 લાખની લોન ખોટી રીતે મંજૂર થઈ ગઈ : મેનેજર સહિત ચાર સામે ફરિયાદ | loan of 3…

1 month ago
મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય…

મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News