
– ગૂગલ અમેરિકા પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું એઆઈ હબ બનાવશે
– ભારત માત્ર ગ્રાહક નહીં, એઆઈ ઈનોવેશનનું જનરેટર બની રહ્યું છે: ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયન
નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા સામે ચેતવણી આપી હોવા છતાં એપલથી લઈને ગૂગલ જેવી મોટી અને નાની ટેક કંપનીઓએ ભારતમાં રોકાણ વધાર્યું છે. આવી જ એક પહેલના ભાગરૂપે અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે મંગળવારે ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૧૫ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧.૩૩ લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.










