gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in Business
0 0
0
ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Svanidhi Scheme: શું તમે પોતાનો સ્મોલ બિઝનેસ શરૂ કરવા માગો છો પરંતુ પૈસાના અભાવે આગળ વધી નથી શકતા? તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં સરકાર કોઈપણ ગેરન્ટી વિના 90,000 સુધીની બિઝનેસ લોન આપી રહી છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળકામ કરવાની પણ જરૂર નથી.  માત્ર એક ડૉક્યૂમેન્ટ દ્વારા પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે. અમે પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Scheme)ની વાત કરી રહ્યા છીએ. ચાલો તેની દરેક વિગતો જાણીએ..

કોરોના મહામારીના સમયથી મળી રહ્યો છે આ યોજનાનો લાભ

દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યારે સૌથી વધુ નુકસાન સ્મોલ બિઝનેસને થયું. તેમાં સ્ટ્રીટ વેંડર્સ સૌથી વધુ પ્રભાવિત થયા, કારણ કે તેમનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. આવા નાના વેપારીઓની મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એવા લોકોને પોતાનો બિઝનેસ ફરીથી શરૂ કરવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે. અગાઉ આ સરકારી સ્કીમમાં 80,000 સુધીની લોન આપવામાં આવતી હતી, જે 2025માં વધારીને 90,000 કરી દેવામાં આવી છે. 

લિમિટ જ નહીં ડેડલાઈન પણ વધારી

પીએમ સ્વનિધિ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે સરકાર કોઈપણ ગેરન્ટી વિના લોન આપે છે અને નિશ્ચિત રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ યોજના હેઠળ માત્ર લોનની રકમ જ નહીં પરંતુ તેની લિમિટમાં પણ વધારો કર્યો છે. ગત ઓગસ્ટમાં મહિનામાં કેન્દ્રીય કેબિનેટે પીએમ સ્વનિધિ યોજનાના વિસ્તરણને મંજૂરી આપી હતી. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સાથે નાણાકીય સેવા વિભાગ 31 માર્ચ 2030 સુધી આ સ્કીમનું સંચાલન કરશે.

આવી રીતે મળે છે લોનના પૈસા

પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી લોનની પ્રોસેસ અંગે વાત કરીએ તો, તે ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. આ હેઠળ અરજદારોને નાનો બિઝનેસ શરૂ કરવા માટે 15,000 નો પહેલો હપ્તો આપવામાં આવે છે, ત્યારબાદ 25,000નો બીજો હપ્તો અને 50,000નો ત્રીજો હપ્તો આપવામાં આવે છે. સરકાર આ રકમ સીધી તમારી ક્રેડિબિલિટીના આધારે આપે છે.

સરળ શબ્દોમાં આ સ્કીમને સમજીએ તો જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિએ બિઝનેસ શરૂ કરવા માટે લોન માટે અરજી કરી છે, તો અપ્રૂવલ બાદ કોઈપણ ગેરન્ટી વિના પહેલા તેને 15,000 રૂપિયા લોન તરીકે આપવામાં આવશે, જે નિર્ધારિત સમયગાળામાં ચૂકવવા પડશે. નિર્ધારિત ટાઈમ લિમિટમાં આ રકમ ચૂકવ્યા પછી જ તેને તેમના બિઝનેસને આગળ વધારવા માટે 25,000નો બીજો હપ્તો મળશે. આ પણ તે જ રીતે ચૂકવવા પડશે, અને આમ કર્યા પછી જ તેઓ 50,000ની લોન મેળવવા માટે પાત્ર બનશે.

ફક્ત આ એક ડૉક્યુમેન્ટની જરૂર

આ 90,000ની લોન મેળવવા માટે તમારે તમામ કાગળકામ પૂર્ણ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક ડૉક્યુમેન્ટ તમારું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. આ ઉપરાંત તમારે આ લોન મેળવવા માટે કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ ગેરેન્ટી તરીકે આપવાની રહેશે નહીં. એક ડૉક્યુમેન્ટ સાથે તમારે ફક્ત એક કામ કરવાનું હોય છે અવે તે છે નિર્ધારિત સમયની અંદર પૈસા પરત કરવા. સૌથી મહત્વની વાત એ છે કે આ લોનની રકમ EMI Payment દ્વારા પણ ચૂકવી શકાય છે.

અરજી કરવાની પ્રોસેસ

– કોઈ સરકારી બેન્કમાં PM Svanidhi Yojna માટે અપ્લાઈ કરી શકો છો. 

– પીએમ સ્વનિધિ યોજનાનું ફોર્મ લઈને તેમાં સંપૂર્ણ સાચી માહિતી ભરો.

– ભરેલું ફોર્મ એકવાર ચેક કરો અને તેની સાથે આધાર કાર્ડની કોપી જોડો.

– બેન્ક તમારી અરજીમાં ભરેલી માહિતી તપાસશે અને લોન મંજૂરી આપશે.

– અરજી મંજૂર થઈ ગયા પછી તમને લોનની રકમ ત્રણ હપ્તામાં મળવાનું શરૂ થશે.

આ પણ વાંચો: શું ભારતે શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેવાં પડશે? જાણો, પ્રત્યાર્પણની માંગ કયા કારણોસર નકારી શકાય

કરોડો લોકોને મળી રહ્યો લાભ

સરકારી આંકડા પર નજર કરીએ તો ગત 30 જુલાઈ 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 68 લાખથી વધુ લાભાર્થીઓને 13,797 કરોડની 96 લાખથી વધુ લોન આપવામાં આવી છે. આશરે 47 લાખ લાભાર્થીઓ ડિજિટલી સક્રિય છે અને સરકાર દ્વારા આ યોજનામાં લોન મર્યાદામાં વધારાથી સરકારી તિજોરી પર 7,332 કરોડથી વધુનો બોજ વધવાની ધારણા છે. આ નિર્ણયથી 1.15 કરોડ સ્ટ્રીટ વેંડર્સને  ફાયદો થવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
Next Post
Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક…

Explainer: શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે ભારતની રાજકીય પરીક્ષા, જાણો ભારત કેવા કારણો આપીને આ માગ નક...

ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi…

ફેક આઈડીના ખડકલા સાથે નકલી RAW ઓફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા | fake raw offi...

1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber …

1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

8 months ago
જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

2 months ago
ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

3 weeks ago
સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News