![]()
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારના શો રૃમમાં બનેલા ચોરીના બનાવની ફરિયાદ બે મહિના પછી નોંધાઇ છે.
ગોત્રીમાં નિલામ્બર સર્કલ પાસે ફોર વ્હીલરના કોટિંગ સહિતની સર્વિસના શો રૃમ ધરાવતા પ્રકાશ રામચંદાનીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૪મી ઓક્ટોબરની રાત્રે શોરૃમમાંથી રૃ.૩.૨૦ લાખના સાધનોની ચોરી થઇ હતી.જેની તપાસમાં કસ્ટમર લોન્જની બારી તૂટેલી દેખાઇ હતી.
શો રૃમના સીસીટીવી તપાસતાં ઓફિસમાં કામ કરતા હાર્દિકને મળવા આવતો આકાશ નામનો યુવક સાધનો લઇ જતો દેખાયો હતો.આ અંગે આકાશને પૂછતાં તેણે આ સાધનો શો રૃમ પાસે મુક્યા હોવાનું કહ્યું હતું.પરંતુ તે મળી આવ્યા નહતા.જેથી ગોત્રી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.










