
– ન્યાય ધીમો અને મોંઘો થઈ જાય છે ત્યારે ગરીબના સન્માનનો અધિકાર નાશ પામે છે : મુખ્ય ન્યાયાધિશની માર્મિક ટકોર
– દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ દૂર કરવા અંગે પ્રોટોકોલ છે, પરંતુ રાજ્ય સરકારો તેનું પાલન નથી કરતી : એમિકસ ક્યુરી
– પ્રદૂષણ અમીરો ફેલાવે છે જ્યારે તેનો ભોગ ગરીબો બને છે : સુપ્રીમ
Supreme Court News : દેશની કોર્ટોમાં કેસોના વિલંબ અને કેસોના વધતા ખર્ચ ભારતની ન્યાય વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર છે અને ન્યાયની સાચી પરીક્ષા કાયદાના સિદ્ધાંતો નહીં પરંતુ સામાન્ય લોકોનો દૈનિક અનુભવ છે, જેમણે કોર્ટો સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે તેમ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું. ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ન્યાયનો અર્થ ત્યારે જ છે જ્યારે તે સરળતાથી સુલભ, ઓછો ખર્ચાળ, પૂર્વાનુમાનિત અને માનવીય હોય.










