gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી તેના પતિએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, ‘મારા પતિએ જુદા-જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂ.30 લાખ વ્યાજે લીધા બાદ રૂ.40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં આરોપી વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરવામાં આવે છે.’ કેસ મામલે પોલીસે આજે (29 સપ્ટેમ્બર) તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીક ગોકુલ દર્શનની શેરી નં.3માં રહેતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉં.વ.43) નામના યુવાને પોતાના ધંધા માટે કેટલાક સમય પહેલાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેનું દર મહિને દસથી 12 ટકા જેટલું લાલજીભાઈ વ્યાજ ચૂકવતા હતા. તે પછી આર્થિક સંકળામણમના કારણે લાલજીભાઈ વ્યાજ ચૂકવી નહીં શકતા ધર્મેશ રાણપરીયાએ પીડિતના કારખાને જઈ બ્રાસપાર્ટ બનાવવાના કેટલાક મશીનો બળજબરીથી મેળવી લીધા હતા.

આ ઉપરાંત, લાલજીભાઈનું અપહરણ કરીને લોઠીયા ગામમાં લઈ જઈને વીસેક દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. તેમજ આરોપીએ વ્યાજ તથા મુદ્દલ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય લાલજીભાઈએ અન્ય વ્યક્તિ જેઠાભાઈ હાથલીયા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા હતા. જેઠાભાઈ પણ વ્યાજની ઉઘરાણી કરી રૂબરૂ અને ફોનમાં ધમકીઓ આપતા હતા. ઉપેન્દ્ર ચાંદ્રા નામના શખ્સ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તેનું વ્યાજ ન આપી શકાતા ઉપેન્દ્રએ લાલજીભાઈની મોટર લઈ લીધી હતી. તે ઉપરાંત કિરીટ ગંઢા તથા હરીશ ગંઢા નામના શખ્સો પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. આ શખ્સોને પણ વ્યાજ ન આપી શકાતાં લાલજીભાઈના ભાણેજ સામે કેસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં પડી આપઘાત કર્યો, વીડિયો બનાવી કહ્યું- ‘જિગર તો બહુ છે પણ…’

ફરિયાદ મુજબ, ઉપરોક્ત પાંચેય વ્યક્તિએ અંદાજે રૂ.30 લાખ લાલજીભાઈને વ્યાજે આપ્યા હતા. અને તેની સામે લાલજીભાઈએ રૂ.40 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી દ્વારા વ્યાજ તેમજ મુદ્દલ કઢાવવા બળજબરી કરતા હોવાથી માનસિક ત્રાસ અનુભવતા લાલજીભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

March 26, 2026
Next Post
હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib...

ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…

ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc...

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods …

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

11 months ago
સરવા-મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ | 10 span bridge on Sarva Moti Ve…

સરવા-મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ | 10 span bridge on Sarva Moti Ve…

8 months ago
સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય | Shocking Revelation in…

5 months ago
સુરેન્દ્રનગર: મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પા…

સુરેન્દ્રનગર: મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પા…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News