
Rajasthan Buas Accident : ગુજરાત સાથેની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. સાંચોરથી જયપુર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પલટી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.










