gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, બુધવાર

અમદાવાદના
બહેરામપુરા વિસ્તારમાં આવેલા સુએજ ફ્રામ રોડ અને સમ્પ -એફના સીઈટીપી સુધી જતાં
ટ્રેક્ટરગલીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોનો સરેઆમ ભંગ કરીને પ્રદુષણ
ફેલાવતા ૧૨થી ૧૪ એકમો સક્રિય છે. ટેક્સટાઈલ પ્રોસેસિંગ અને વૉશિંગના કામકાજ કરતાં
આ એકમો સીઈટીપીમાં પ્રોસેસ દૂષિત પાણી છોડી દેવાને બદલે આ પાણી અમ્યુકોની ડ્રેઈનેજ
લાઈનમાં જ છોડી દે છે. એક યુનિટ રોજનું અંદાજે ૧થી ૧.૫ લાખ લિટર દૂષિત પાણી
અમ્યુકોની ગટરલાઈનમાં છોડી દે છે. તેઓ કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના કેમિકલ યુક્ત
પાણી છોડી રહ્યા છે. તેમના પાણીના વેગને કારણે બહેરામપુરા સુએજ ફાર્મ રોડ પર દૂષિત
પાણી હોવાનું જોવા મળે છે.

ગુજરાત
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બહેરામપુરા વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે બારથી ચૌદ
યુનિટ્સની મુલાકાત લઈ લે છે
,
પંરતુ તેમના થકી થતાં પ્રદુષણને અટકાવવા માટે કોઈ જ નક્કર પગલાં
લેતા નથી. ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝ એક નોટોરિયસ યુનિટ છે. ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે અમ્યુકો
પાસેથી નો ડ્રેનેજ સર્ટિફિકેટ લેવાનું હોય છે. પરંતુ ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે અમ્યુકો
પાસે આ પ્રમાણપત્ર લીધું જ નથી. તેથી જીપીસીબી તરફથી તેને યુનિટ ચલાવવા માટેની
મંજૂરી મળી જ શકે નહિ. જોકે જીપીસીબીના અધિકારીઓના મેળાપીપણામાં તેને યુનિટ
ચલાવવાની ગેરકાયદે મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. છતાંય આ
યુનિટ ધમધમી રહ્યું છે. ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝે નિયમ ભંગ કર્યો હોવાથી તેને ક્લોઝરનો
ઓર્ડર કરવામાં આવ્યો તે પછી ક્લોઝ પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને એકમ ચાલી
રહ્યું છે. આમ તો ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝનું એકમ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી રેડ
ઝોનમાં એટલે કે જોખમી કેટેગરીમાં તે ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેણે ઓરેન્જ
ઝોનમાં તેનું એકમ હોવાનું જણાવીને જીપીસીબીમાંથી પરવાનગી મેળવી છે. તેના એકમથી
રેસિડન્ટ ૨૫૦ મીટર દૂર હોવા જરૃરી છે. પરંતુ ધ્વનિ ઇન્ડસ્ટ્રીઝની દિવાલને અડીને જ
એટલેકે સાતથી દસ ફૂટના અંતરે વૈશાલી નગરના અંદાજે ૧૦૦૦ જેટલા રહેઠાણો આવેલા છે.

સમ્પ એફ
પાસે આવેલું જિગર પ્રોસેસિંગને દોઢ વર્ષ પહેલા સીલ કરવામાં આવેલું છે. અમ્યુકોએ સીલ
દૂર કર્યું ન હોવા છતાં જિગર પ્રોસેસિંગનું એકમ ચાલી રહ્યું છે. કાયદેસર રીતે જિગર
પ્રોસેસિંગે સીઈટીપીમાં પાણી છોડવું જોઈએ. પરંતુ સીઈટીપી ક્લોઝરમાં હોવાથી તે પાણી
અમ્યુકોની ગટરમાં છોડતું હતું. તેથી અમ્યુકોએ તેના એકમને સીલ કરેલું છે. આ એકમને સીલ
કરેલું હોવા છતાંય તે ચાલી રહ્યું છે. આ એક ન સમજાય તેવી સ્થિતિ છે. કંપનીએ સીલ તોડી
નાખ્યું છે કે કોઈ બીજો રસ્તો કાઢયો છે તે સમજાતું નથી.

ડેનિમ
વૉશિંગનું કામ કરતાં કૃષ્ણા કોટન નામના એકમને પણ ક્લોઝર આપવામાં આવેલું છે. તેણે
એકમ ચાલુ કરતાં દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાની આગોતરી પરવાનગી મેળવી નથી. તેમ જ
વૉટર એક્ટ
, એર એક્ટ અને હેઝાર્ડસ વેસ્ટ કોન્સોલિડેટેડ કન્સેન્ટ અને ઓથોરાઈઝેશન લીધી
નથી. પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે આ યુનિટ પર બેરોકટોક ચાલુ જ છે. કૃષ્ણા
કોટનનું વીજ જોડાણ કપાયેલું હોવા છતાં આસપાસના એકમો પાસેથી વીજ સપ્લાય મેળવીને
પોતાનું એકમ ચલાવવામાં આવી રહ્યું છે.

  આ ત્રણેય એકમ ઉપરાંત બાકીના ૧૧થી ૧૨ એકમો અંગેની
એક ફરિયાદ જીપીસીબીને તથા મંત્રી કક્ષાએ આપવામાં આવેલી છે. પરંતુ આજદિન સુધી તેમની
સામે કે બાકીના બાર જેટલા એકમો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આખો
રસ્તો દૂષિત પાણી અને તેની ગંધથી રસ્તા પરથી પસાર થનારાઓ માટે માથાના દુઃખાવા સમાન
બની ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો | students increasi…

શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો | students increasi...

ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t…

ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t...

દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonme…

દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | …

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | …

3 weeks ago
હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | “Can’t Say…

હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી | “Can’t Say…

8 months ago
આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro…

આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro…

5 months ago
ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ…

ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News