gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિવસે દિવસે વધતું માદક પદાર્થોનું દૂષણ વડોદરાની પાર્ટીના કહેવાથી રાજકોટની મહિલા બેંગકોકથી ગાંજો લઈ આવીને જૂનાગઢ આપી ગયાની કબૂલાત

જૂનાગઢ, : જૂનાગઢ એલસીબી તથા એસઓજીના સ્ટાફે ઈવનગર રોડ પર વોચ ગોઠવી એક કારને રોકી તપાસ કરતાં તેમાંથી 1.10 કરોડની કિંમતનો 3 કિલોથી વધુ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. કારમાં સવાર ચાર શખ્સોને પકડી પૂછપરછ કરતા તેઓ આ ગાંજો વેંચવા નીકળ્યા હોવાની અને વડોદરાની પાર્ટીના કહેવાથી રાજકોટની મહિલા બેંગકોકથી ગાંજો લાવી જૂનાગઢ આપી ગયાની કબૂલાત આપી હતી. પોલીસે એક મહિલા સહિત કુલ સાત વ્યક્તિ સામે ગુનો દાખલ કરી ૧.૧૬ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એલસીબી તથા એસઓજીનો સ્ટાફ ગત રાત્રિના ભવનાથના ગુમ થયેલા સાધુની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે જૂનાગઢના મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈ, જહાગીરશા રઝાકશા શાહમદાર, હુસેન નાસીર પઠાણ અને વિસાવદરનો ધવલ કાળુ ભરાડ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ મેંદરડાથી ઈવનગર રોડ પર થઈ જૂનાગઢ તરફ આવવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઈવનગર રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન કાર પસાર થતા તેને રોકી તેમાં તપાસ કરતા કારની પાછળની સીટના વચ્ચેના ભાગે એક થેલો મળી આવ્યો હતો. તેમાં એરટાઈટ પેકિંગવાળા ત્રણ પેકેટ મળ્યા હતા. 

આ અંગે પૂછપરછ કરતા મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈએ આ પદાર્થ હાઈબ્રીડ ગાંજો હોવાનું જણાવ્યું હતું અને એમ પણ કહ્યું કે આ ગાંજો બરોડાની કોઈ પાર્ટીએ રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણીને બેંગકોકમાં હાઈબ્રીડ ગાંજો લેવા મોકલી હતી તે ત્યાંથી હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટ લઈ તા. 27-10-2025ના અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. પોતે, ધવલ કાળુ ભરાડ, મોઈન સતાર ખંધા કાર લઈ શેરબાનુને અમદાવાદથી જૂનાગઢ લઈ આવ્યા હતા. ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ભવ્ય પેલેસ હોટલમાં શેરબાનુ રોકાઈ હતી અને જહાગીરશા રઝાકશા શાહમદાર, હુસેન ઉર્ફે દરબાર નાસીર તુર્ક બેંકોકથી જૂનાગઢ આવ્યા હતા અને શેરબાનુએ ટ્રોલીબેગમાં નીચેના ભાગે છુપાવેલા હાઈબ્રીડ ગાંજાના ચાર પેકેટમાંથી ત્રણ વેંચવા આપ્યા હતા અને એક તેની પાસે રાખ્યું હતું. તા. 30-10 ના મુજાહીદખાન, જહાગીરશા અને હુસેન ત્રણેય શેરબાનુને રાજકોટ ગોંડલ ચોકડીએ મુકી આવ્યા હોવાની કબુલાત આપી હતી.

પોલીસે 1.10 કરોડની કિંમતનો 3 કિલોથી વધુ હાઈબ્રીડ ગાંજો, કાર, આઠ મોબાઈલ મળી કુલ 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે એસઓજીના એએસઆઈએ વિસાવદરના ધવલ કાળુ ભરાડ, જૂનાગઢના હુસેન નાસી તુર્ક, મોઈન સતાર ખંધા, મુજાહીદખાન રિયાઝખાન યુસુફજઈ, જહાગીરશા રઝાકશા શાહમદાર, બરોડાનો એક શખ્સ, રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણી સામે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે એસઓજી પીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં દિવસે-દિવસે માદક પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે જે ચિંતાજનક બન્યું છે. પોલીસ આ દૂષણને ડામવા કડક પગલા ભરે એ જરૂરી છે.

એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠતા સવાલો : એરપોર્ટ પર તો ઠીક, ત્યાંથી મહિલા ગાંજા સાથે છેક જૂનાગઢ આવી ગઈ ત્યાં સુધી કોઈને ગંધ ન આવી !

મહિલા ગાંજો લાવી હોવા છતાં અમદાવાદ એરપોર્ટે ન પકડાઈ

જૂનાગઢ,  : હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયેલા ચારેય શખ્સોની પૂછપરછ દરમ્યાન ખુલ્યું કે રાજકોટની શેરબાનુ નામની મહિલા વડોદરાની પાર્ટીના કહેવાથી બેંગકોકથી ગાંજો લઈ આવી હતી. તા.ર૭-૧૦ના આ મહિલા અમદાવાદ એરપોર્ટ પર ટ્રોલીબેગની નીચે ગાંજો છુપાવી નીકળી ગઈ હતી ત્યારે એરપોર્ટ ખાતે કોઈ ચેકિંગમાં ગાંજો મળ્યો ન હતો. આરામથી તે ગાંજો અમદાવાદ લાવી હતી. ત્યાંથી બીજા દિવસે જૂનાગઢ અને વિસાવદરના શખ્સો તેને કારમાં જૂનાગઢ લઈ આવ્યા હતા. ત્યારે કારમાં ચાર કિલોથી વધુ ગાંજો હતો. આ સમયે કાર અમદાવાદથી છેક જૂનાગઢ પહોંચી ગઈ ત્યારે પણ પોલીસ કે કોઈ સુરક્ષા એજન્સીને વિદેશથી આવેલા આ ગાંજા અંગેની ગંધ આવી ન હતી. એરપોર્ટ ખાતે નાનામાં નાની બાબતનું ચેકિંગ કરવામાં આવે છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં હાઈબ્રીડ ગાંજો વિદેશથી આવી ગયો તેમ છતાં કોઈને ધ્યાનમાં આવ્યો ન હતો. આ બાબત પરથી એરપોર્ટ પર પણ કેવું લોલમલોલ ચાલે છે તે સાબિત થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…
GUJARAT

મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…

March 7, 2026
શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…
GUJARAT

શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બે કેસ, બંને કાર ચાલક સહિત ત્રણની ધરપકડ | two cases of drink and drive…

March 7, 2026
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …
GUJARAT

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

March 7, 2026
Next Post
તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત | 24 people killed in Telangana dumper bus collision

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત | 24 people killed in Telangana dumper bus collision

રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in…

રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in...

ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o…

ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…

ખનિજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે | impact of aravalli mini…

2 months ago
કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

2 months ago
સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ…

સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ…

11 months ago
ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર | 50 year old woman …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News