
– અકસ્માત સમયે ટ્રકમાં અનેક ગેસ સીલિન્ડર ભરેલા હતા
– મારા મત વિસ્તાર દેવઘરમાં થયેલા અકસ્માતમાં 18 શ્રદ્ધાળુએ જીવ ગુમાવ્યો : ભાજપ સાંસદ દુબેનો દાવો
દેવઘર : ઝારખંડના દેવઘર જિલ્લામાં જામુનિયા ગામમાં એક રોડ અકસ્માતમાં આઠ જેટલા કાવડીયાના મોત નિપજ્યા હતા. કાવડિયાને લઇને જઇ રહેલી બસ ગેસ સીલિન્ડર લઇ જતી ટ્રક સાથે ટકરાઇ હતી. જેને કારણે આ જાનહાની થઇ હતી. જોકે ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે મારા મતવિસ્તાર દેવઘરમાં અકસ્માતમાં ૧૮ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે.










