
મુંબઈ : આયાત થતા માલસામાન પર જંગી ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયને કારણે વર્તમાન વર્ષની ક્રિસમસ અમેરિકનો માટે મોઘી સાબિત થવાની શકયતા જોવાઈ રહી છે. ક્રિસમસના તહેવારમાં ડેકોરેશનથી લઈને મૂર્તિઓ તથા સંગ્રહિત વસ્તુઓની માગ અમેરિકનો મોટેભાગે આયાત દ્વારા જ પૂરી કરે છે.
અમેરિકામાં ક્રિસમસમાં વપરાતા માલસામાનના ત્રણ મોટા પૂરવઠેદારોનો હિસ્સો એકંદર આયાતમાં ૯૦ ટકા રહે છે જેમની સામે અમેરિકાએ ઊંચા ટેરિફ લાગુ કર્યા છે.
ત્રણ મોટા પૂરવઠેદારોમાં ચીન ભારત તથા કમ્બોડિયાનો સમાવેશ થાય છે.










