
– ઇન્સ્ટા પર 12 લાખ ફોલોઅર્સ, ઇન્ફ્લૂએંસર નહીં ક્રિમિનલ નીકળ્યો
– ડરાવી ધમકાવી કંપનીઓની કરોડોની લોન રિકવર કરાવતો, બદલામાં મોટું કમિશન લેતો, ખંડણીખોર ઇન્દ્રજીત હાલ યુએઇમાં
નવી દિલ્હી : કેન્દ્રીય એજન્સી ઇડીને દરોડા દરમિયાન કરોડો રૂપિયા રોકડા, હીરા અને સોનાથી ભરેલી સુટકેસ મળી આવી છે. બુધવારે ઇડીની ટીમ દિલ્હીમાં એક મકાનમાં દરોડા પાડવા પહોંચી હતી, આ દરમિયાન ૫.૧૨ કરોડ રૂપિયા રોકડા, ૮.૮૦ કરોડ રૂપિયાની જ્વેલરી, હીરા, સોનું ભરેલી સુટકેસ મળી આવી છે.










